*રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા જુગારીને રોકડા રૂપિયા, જુગાર રમવાના સાધનો સહિત, કુલ કિંમત રૂપિયા ૨૩,૫૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી જુગારનો ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ*ભરૂચ, પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડાનાઓએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ રાખી, અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓના આધારે ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.બારડ એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સુચનાઓ અન્વયે જુગારની અસામાજીક પ્રવૃત્તિના કેસો શોધી કાઢવા, લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી, સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા, તે સમય દરમ્યાન ડી.એ.તુવર એલ.સી.બી.ભરૂચની ટીમ, રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે સમયે દરમ્યાન બાતમી મળેલ કે, “માધવપુરા ફળીયામાં રહેતો સંજયભાઇ કાંતીભાઇ વસાવા નામનો ઈસમ પોતાની આશાપુરા જનરલ સ્ટોર નામની દુકાન પાસે બેસી વરલી મટકાનો હારજીતનો પૈસા વડે જુગાર રમી રમાડે છે” જે મુજબની ચોક્ક્સ બાતમીના આધારે, એલ.સી.બી. ટીમ દ્વારા આશાપુરા જનરલ સ્ટોર પાસેથી જુગારની સફળ રેઈડ કરી, વરલી-મટકાનો જુગાર રમાડતા એક જુગારીને રોકડા રૂપિયા, જુગારના સાધનો સહીત કુલ કિંમત રૂપિયા ૨૩,૫૧૦/- સાથે ઝડપી પાડી, એક જુગારીને વોન્ટેડ જાહેર કરી બન્ને ઈસમો વિરુધ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી, રાજપારડી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.*પકડાયેલ આરોપીનું નામ-સરનામું*સંજય કાંતીભાઇ વસાવા રહેવાસી. રાજપારડી, માધવપુરા ફળીયું, તા.ઝઘડીયા, જિ. ભરૂચ.*વોન્ટેડ આરોપીનું નામ-સરનામું*મિનેશ ઉર્ફે ભુરીયો પટેલ રહેવાસી. રાજપારડી, તા. ઝઘડીયા, જિ. ભરૂચ.*કબ્જે કરેલ મુદ્દામાલ*(૧) અંગઝડતીના રોકડા રૂપિયા ૧૮,૫૧૦/-(૨) મોબાઈલ ફોન નંગ ૦૧ કિંમત રૂપિયા ૫,૦૦૦/-(૩) આંકડા લખેલ ચિઠ્ઠી, સ્ક્રિન શોર્ટ, પુઠાનું બોક્ષ કિંમત રૂપિયા 00/-કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૨૩,૫૧૦/-.
*રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ*