*નામદાર કોર્ટના સજાના વોરંટમાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ* ભરૂચ, પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ, વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડાનાઓએ પેરોલ, ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આપેલ સુચનાના આધારે પો.સબ.ઇન્સ.ડી.એ.તુવરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ભરૂચ શહેર “એ” ડિવીઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમ્યાન ખાનગી બાતમીના આધારે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ ૧૩૮ મુજબના કામે ૪૦,૦૦૦/- રૂપીયા ભરવાના બાકી હોય જેથી નામદાર કોર્ટ દ્વારા બન્ને વોરંટમાં ત્રણ – ત્રણ માસની સાદી કેદની સજા થયેલ હોય જે વોરંટમાં ધરપકડથી નાસતા-ફરતા આરોપી ફકીર મહેબુબભાઇ કાસમભાઇ (રહે.૫૦ નવલખા મીલની ચાલ રૂંગટા સ્કુલની પાછળ ભરૂચ)ને ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી કરી, ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ