*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ આયોજિત સાપ્તાહિક હનુમાન ચાલીસા કેન્દ્ર મંડળ ની મુલાકાત કરતા પ્રાંત અધ્યક્ષ ડો.ગજેરા.**આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અમરેલી જિલ્લાના ચાલતા વિવિધ હનુમાન ચાલીસા કેન્દ્રો ની મુલાકાત કરવાની થતી હોય ત્યારે આજરોજ કૂકાવાવ તાલુકા વિસ્તારમાં ચાલતાં હનુમાન ચાલીસા પાઠ કેન્દ્ર ની વિશેષ મુલાકાતે સૌરાષ્ટ્ર આજે સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ગોવિંદભાઈ ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી નિર્મળ સિંહ ખુમાણ, ભાવનગર વિભાગ અધ્યક્ષ ડો, કિરીટભાઇ દેશાણી, અમરેલી જીલ્લા અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી, અમરેલી જીલ્લા સંગઠન મંત્રી જીલુભાઈ વાળા સહિત મહાનુભાવો પધારેલ હતા.*કુંકાવાવ તાલુકા ના પ્રવાસ માં કોલડા, હનુમાનજી મંદિર જંગર તેમજ નાની કુંકાવાવ માં બિરાજમાન વિર ભૈરવ હનુમાનજી દાદા મંદિર ખાતે મુલાકાત કરેલ હતી.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ આયોજીત હનુમાન ચાલીસા કેન્દ્રો માં ભક્તિ શક્તિ નો વ્યાપ વધે તેમજ આવા સુંદર ભક્તિ શક્તિ સભર નાં કેન્દ્ર વિવિધ ગામડાં શહેરોમાં ૧૦૦૦કેન્દ્રો દેશભરમાં શરુ થાય તેવુ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા એ આહવાહન કરેલ છે.વધુ માં ડો.ગજેરાસાહેબ તેમજ ડો, કિરીટભાઇ દેશાણી એ જણાવેલ હતું કે સમાજમાં એક્તા અખંડતા સાથે ભક્તિ શક્તિ તેમજ એકબીજા ની સહાયતા થી સમગ્ર દેશવાસીઓને આપણે સૌ ઉપયોગી બનીએ તેવા રાષ્ટ્રવાદી અભિગમ સાથે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માં પણ હિસ્સેદાર બનીએ.**આજ ની આ મુલાકાત પ્રસંગે પધારેલ તમામ અધિકારી,પદાધીકારીઓ નું સ્વાગત જંગર મુકામે સમીરબાપુ નિમાવત.સરપંચશ્રી જંગર, રસીક બાપુ નિમાવત, છગનભાઇ સહિત લોકો દ્વારા સૌને શાલ ઓઢાડી સન્માનિત કરેલ જ્યારે નાની કુંકાવાવ મુકામે પણ આવેલા તમામ મહેમાનો નું જયેન્દ્ર બાપુ નિરંજની તેમજ મંડળ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરેલ હતું .આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કુંકાવાવ તાલુકા પ્રતિનિધિ મહેશ બાપુ ગોંડલિયા તેમજ શાસ્ત્રી ભરતભાઈ ત્રિવેદી ની પણ ઉપસ્થિતિ રહેલ.સાથે કુંકાવાવ ના સોની મહાજન વિનુભાઈ ધોરડા દ્વારા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો ગજેરા,ડો,કિરીટભાઈ દેશાણી તથા આવેલ તમામ મહેમાનો માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ