*શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમને કુલ કિ.રૂ. ૩,૯૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી.ભરૂચ ભરૂચ, પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શનના આધારે પો.ઇન્સ. એ.એ.ચૌધરીનાએ પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમય દરમ્યાન અ.હે.કો.શિવાંગસિંહ પ્રતાપસિંહને મળેલ બાતમીના આધારે એક આયશર ટેમ્પો નંબર.GJ-16-X-9341 માં લોખંડના ભંગારનુ વજન ૨૮૦૦ કિ.ગ્રા. ની કિ.રૂ.૯૮,૦૦૦/- મળી આવતા સદર ભંગાર મુદ્દામાલનું ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે પૂછતાં હાજર ઇસમ રમણભાઇ છીતુભાઇ રાઠોડ, ઉ.વ.૨૫, (રહે. ગામ.સજોદ, તા.અંકલેશ્વર, જી.ભરૂચ) તેને સંતોષકારક જવાબ નહી આપતા સદર મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાઇ આવતા સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ તેમજ સદર ઇસમ રમણભાઇ છીતુભાઇ રાઠોડને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.*પકડાયેલ મુદ્દામાલ*(૧) લોખંડના ભંગારનું વજન ૨૮૦૦ કિ.ગ્રા. ની કિ.રૂ.૯૮,૦૦૦/-(૨) આયશર ટેમ્પો નંબર. GJ-16-X-9341 ની કિ.રૂ.3,00,000/-તમામ મુદ્દામાલ કુલ કિ.રૂ. ૩,૯૮,૦૦૦/-*પકડાયેલ આરોપી*રમણભાઇ છીતુભાઇ રાઠોડ, ઉ.વ.૨૫, રહે. ગામ.સજોદ, તા.અંકલેશ્વર, જી.ભરૂચ
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ