મચ્છુ ડેમ નાં દરવાજા ખોલવાના હોય નદીમાં થી લોકોને સલામત સ્થળે ખસેડાયા! નદી કાંઠે નાં ગામલોકો નેં એલર્ટ કર્યા!
મોરબી મચ્છુ-૨ ડેમના દરવાજાનું રીપેરીંગ કામ કરવાનું હોવાથી ડેમની મયાદિત સપાટી સુધી ખાલી કરવાનો હોવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ મોરબી શહેર બી ડીવીઝન પોલીસ દ્વારા પણ નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. મોરબીના જોધપર(નદી) ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના દરવાજાનું રીપેરીંગ કામ કરવાનું હોવાથી આગામી તારીખ ૧૨ થી ૧૫ સુધી મચ્છુ-૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનું આયોજન મોરબી સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જે મચ્છુ-૨ અને મચ્છુ-૩ ડેમની નીચાણવાળા મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ મોરબી શહેર માં પુલ નીચે નદીના પટ વિસ્તાર માં અડધી નદી સુધી નદી બુરીને પેશકદમી કરીને ઘુસી ગયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં માટે ચેતવણી સંદેશ આપ્યો છે.
ડેમમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી મોરબી તાલુકાના (૧)જોધપર (૨)લીલાપર (૩)ભડીયાદ (૪)ટીંબડી (૫)ધરમપુર (૬)રવાપર (૭)અમરેલી (૮)વનાળિયા (૯)ગોર ખીજડીયા (૧૦)માનસર (૧૧)નવા સાદુળકા (૧૨)જુના સાદુળકા (૧૩)રવાપર (૧૪)ગુંગણ (૧૫)નારણકા (૧૬)બહાદુરગઢ (૧૭)નવા નાગડાવાસ (૧૮)જુના નાગડાવાસ (૧૯)સોખડા (૨૦)અમરનગર (૨૧) મોરબી (૨૨) રવાપર નદિ (૨૩) વજેપર
ગામો તેમજ માળીયા મીયાણા તાલુકાના (૧)વીરવદરકા (૨)દેરાળા (૩)નવાગામ (૪)મેધપર (૫)હરીપર (૬)મહેન્દ્રગઢ (૭)ફતેપર (૮)સોનગઢ (૯)માળિંયા (મી) (૧૦) રાસંગપર વગેરે ગામોના લોકો ને એલર્ટ કર્યા છે.તેમજ સિંચાઈ વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવતા મોરબી શહેર બી ડીવીઝન પોલીસ દ્વારા બેઠા પુલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી