ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ.12 સામાન્ય પ્રવાહનું 92.41 % અને વિજ્ઞાન પ્રવાહનું 80.46% પરિણામ

સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ખંઢેરી કેન્દ્રનું જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ઘૂસિયા કેન્દ્રમાં નોંધાયું

ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓઓને વહીવટીતંત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગીર સોમનાથ, તા.૦૯: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ-૧૨ સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45% અને સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ નોંધાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહનું 92.41 % અને વિજ્ઞાન પ્રવાહનું 80.46 % પરિણામ નોંધાયું છે.

ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં સૌથી વધુ પરિણામ ખંઢેરી કેન્દ્ર(98.38%)માં જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ઘૂસિયા કેન્દ્ર(93.21%)માં નોંધાયું છે. આ જ રીતે સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ ગુંદરણ કેન્દ્ર (82.96%)માં જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ કોડિનાર કેન્દ્ર (72.20%)માં નોંધાયું છે.

જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનાં કુલ 1392 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 1120 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જિલ્લાનું પરિણામ 80.46 ટકા આવ્યુ છે. જેમાં 2-A1, 64-A2, 250-B1, 273-B2, 318-C1, 198-C2, 15-D, ૦-E1 વિદ્યાર્થીઓએ ગ્રેડ આધારિત પરિણામ પ્રાપ્ત કર્યું છે.

ગીર સોમનાથમાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં જિલ્લાનાં કુલ 8583 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 8540 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 7892 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જિલ્લાનું પરિણામ 92.41 ટકા આવ્યું છે. વર્ષ ૨૦૨૪ પરીક્ષામાં 75-A1, 991-A2, 1827-B1, 2171-B2, 1883-C1, 860-C2, 82-D, 03-E1 વિદ્યાર્થીઓએ ગ્રેડ આધારિત પરિણામ પ્રાપ્ત કર્યા છે.

ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હાર્દિક શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here