અમદાવાદના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના હસ્તે ‘ચુનાવ કા પર્વ સેલ્ફી ઈ-પોર્ટલ’નું લોંચિંગ કરાયું
સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુવા મતદારોને આકર્ષવા માટે સેલ્ફી પોર્ટલ તૈયાર કરાયું
યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતતા લાવવા અને પ્રથમ વખતના યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત વિશિષ્ટ પ્રકારની પહેલ કરીને અનોખા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
અમદાવાદમાં આજે કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરનાં હસ્તે યુવા મતદારોને મતદાન પ્રત્યે પ્રોત્સાહિત કરવા આકર્ષક ‘ચુનાવ કા પર્વ ઈ-સેલ્ફી પોર્ટલ’નું લોંચિંગ કરાયું હતું.
સ્વીપ ટીમ દ્રારા એક લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને યુવાનો અચૂક મતદાનના શપથ લઈને આ પોર્ટલ પર સેલ્ફી અપલોડ કરે એવો લક્ષ્યાંક રખાયો છે. યુવાનો https://chunavkaparv.org પર જઈને અચૂક મતદાનના શપથ સાથે સેલ્ફી અપલોડ કરી શકશે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ