સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ
સાવરકુંડલા-લીલીયાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રતાપભાઈ દુધાત નો પ્રચંડ પ્રચાર
અમરેલી,
અમરેલી જિલ્લા કોંગ્રસ પ્રમુખ પ્રતપભાઈ દુધાત અમરેલી-મહુવા-ગારીયાધાર મત વિસ્તારમાં કોંગ્રેસના શિક્ષીત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના સમર્થનમાં સાવરકુંડલા-લીલીયા વિસ્તારમાં ઝંઝાવતી પ્રચાર કાર્યકરી રહૃાા છે. ત્યો સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન મુરબ્બી ધીરૂભાઈ દુધવાળા,ના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સુચક,તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવાણી,ચંદ્રેશભાઈ રવાણી,હાર્દિકભાઈ કાનાણી,ભરતભાઈ ગીડા,સહિત વિશાળ સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહૃાા આ તકે ગ્રામ્ય વિસ્તારમાં જેનીબેનનું ઠેર-ઠેર સ્વાગત અને મામેરૂ ભરવામાં આવી રહૃાુ છે.
આ ઉપરાંત લીલીયા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે પ્રતાપ દુધાતે ઝંઝાવતી પ્રચાર કર્યોે હતો જેમાં બહેનોને વિનંતી કરી હતી કે મત દેવા જાવ ત્યારે ગેસના બાટલાને હાથ જોડીને જજો આજે યુવાનો બેકાર છે. ખેડૂતોને ખાતર-બિયારણ મોંઘા થયા છે. ત્યારે ખેડૂતોની હાલત કફોડી છે. ત્યારે લોકો જોઈ અને વિચારીને મત આપે તેવી મારી વિનંતી છે.પ્રતાપભાઈ દુધાત સાથે સાવરકુંડલા તાલુકા પ્રમુખ દેવાણી,લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા,નિતીનભાઈ ત્રિવેદી,કાંતિભાઈ ડુંગરીયા,વિજયભાઈ કોગથીયા,ભીખાભાઈ દેવાણી,જીવરાજભાઈ પરમાર,રમેશભાઈ પરમાર,જેનીસભાઈ,દકુભાઈ બુટાણી,મથુરભાઈ સાવજ,નાથાભાઈસાવજ,જેન્તીભાઈ ગઢવી,ભનુભાઈ દુધાત,નિતીનભાઈ ડુંગરીયા,તાલુકા પંચાયત ઉપ.પ્રમુખ જગદીશભાઈ દેથલીયા,બહાદુરભાઈ બેરા, સામતભાઈ ચોથાભાઈ રાજુભાઈ, દિનેશભાઈ હાથીગઢ ભોળાભાઈ દેવાણી, ભુપતભાઈ પટોળીયા, હરેશભાઈ ઢાંગલા ઓઘાભાઈ સનાળીયા, અલ્પેશભાઈ ,ભુપતભાઈ ડેર સાગરભાઇ માંદળીયા બાબુભાઈ પુંજાપદર રાજુભાઈ ઘોડાવદર જેની જેનીશભાઈ ગોઠાવદર મિતુલભાઈ વાઢાળા રૂપાભાઈ રણછોડભાઈ આંબા નાથાભાઈ મથુરભાઈ હરિભાઈ ચાવડા નિલેશભાઈ મહેતા દિલાવર ભાઈ ફુલ વાળા સહિત બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સહિત મોટીસંખ્યામાં આગેવાનો અને કાર્યકરો પ્રતાપભાઈ દુધાત સાથે જોડાયા હતા.