લાઠી રેલ્વે સ્ટેશનને લાંબા અંતરની ટ્રેનો સાથે જોડો : જેનીબેન ઠુમ્મર
બાબરા તાલુકાના ગ્રામ્ય પંથકના ના લોકોના જન આશિર્વાદ મેળવતા જેનીબેન ઠુમ્મર
લાઠી થી અયોઘ્યા,ચારધામ યાત્રા ધામ તેમજ દૈનિક મહાનગરોને જોડતી ટ્રેનો શરૂ કરવાની કેન્દ્ર સરકાર સમક્ષ અમારી માંગણી છે
ચાવંડ થી અમરેલી અને ઢસા થી રંઘોળા હાઈવે ફોર લાઈન બનાવવામાં આવે તો અમરેલીમાં ટ્રાન્સપોર્ટેશન સરળ બનાવી શકાય : જેનીબેન ઠુમ્મર
ડીઝલ રીક્ષા,ઓટો રીક્ષા,ટ્રકડ્રાઈવરો,ખાનગી બસ,સહિતના વાહનો ચલાવતા લોકોને સામાજિક સુરક્ષા પાડી અને તેમને વિમા કવચ,અને ૦% વ્યાજની લોન ઉપલબ્ધ કરાવો : જેનીબેન ઠુમ્મર

સાંજે ૬ કલાકે ચાવંડ, ૭ કલાકે કરીયાણા,૮ કલાકે કોટડા પીઠા,રાત્રે ૯ કલાકે મોટા દેવળીયા ખાતે સભાઓ પણ યોજાશે
અમરેલી,
અમરેલી-મહુવા-ગારીયાધાર કોંગ્રેસના શિક્ષીત મહિલા ઉમેદવાર આજે બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોના જન આશિર્વાદ મેળવ્યા હતા. અને સાંજે ૬-૦૦ કલાકે ચાવંડ, ૭ કલાકે કરીયાણા,૮ કલાકે કોટડા પીઠા,રાત્રે ૯ કલાકે મોટા દેવળીયા ખાતે સભાને સંબોધી હતી.
આ તકે જેનીબેન ઠુમ્મરે લોકોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે આજે દેશનો અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં રોજગારીનો મોટો પ્રશ્ન છે ત્યારે અમરેલી જિલ્લાના ભણેલા-ગણેલા યુવાનો બેકાર છે ત્યારે અહીંયા કરોડોનું ડ્રગ્સ પકડાય છે ત્યારે યુવા ધન બરબાદ થઈ રહૃાુ છે.
વિકાસ વિકાસ વિકાસ કરી અને છેલ્લા રપ વર્ષથી ભાજપનું રાજયમાં સાશન છે અને ૧૦ વર્ષની કેન્દ્રમાં સાશન છે. ત્યારે આ વિકાસને કોંગ્રેસની સરકાર આવશે એટલે જમીન પર ઉતારવામાં આવશે.
આ તકે તેમણે જણાવ્યુ હતુ કે લાઠીમાં બે-બે ચૂંટણીમાં જી.આઈ.ડી.સી.ની જાહેરાત થઈ પરંતુ આ માત્ર કાગળ પર રહી આ સરકાર કોઈ પણ યોજના માત્ર જાહેરાત પુરતી બનાવે છે.
અમરેલી જિલ્લામાં ખેડૂતો ખેતી છોડી રહૃાા છે. ખેતી મોંઘી થઈ છે અને ઉપજ પુરતી મળતી નથી ગામડામાં ખેતી કરતા યુવાનોને પુરતી આવક ન મળવાના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભણેલા-ગણેલા યુવક-યુવતિઓને ફરજીયાત ઘરનું ગુજરાત ચલાવવા માટે મહાનગરોમાં જવુ પડે છે તે માટે સરકારે કરેલી અમરેલી જિલ્લાની ઉપેક્ષા જવાબદાર છે.
અમરેલી જિલ્લામાં સારી શૈક્ષણિક સંસ્થાઓ નથી,સારી હોસ્પિટલો નથી ત્યારે અમરેલી જિલ્લામાં કોરોના સમયે ઓકિસજન અને હોસ્પિટલની અછતને લીધે ભારે જાન હાની થઈ હતી ત્યારે દરેક તાલુકા મથકની સિવીલ હોસ્પિટલોમાં પુરતો સ્ટાફ અને આધુનિકી કરણ કરવી એ મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.
જે કર્મચારી જે વિભાગમાં હોય અને જેમનામાં તેમની કુશળતા હોય તે જ કામગીરી સોપવી જોઈએ સરકારી મેળાવડા ઓ અને રાજકીય ઉદઘાટનોમાં સરકારી કર્મચારીઓ ખાસ કરીને આંગણવાડી,હેલ્થ વર્કર,મઘ્યાહન ભોજન,શિક્ષકોને ન બોલાવવા જોઈએ.
ખેડૂતોને કપાસ,મગફળી અને અન્ય ઉત્પાદનોના પુરતા ભાવ મળવા જોઈએ અને તેમાં એમ.એસ.પી.લાગુ કરવુ જોઈએ.
દરેક સરકારી કચેરીઓમાં જુના સેટ અપ મુજબ કર્મચારીનું મહેકમ મંજુર થયેલ છે તેમાંય સરકાર ભરતી કરતી નથી અત્યારે વસ્તી જુના મહેકમ કરતા બમણી થઈ છે ત્યારે મહેકમ સુધારવામાં આવે અને તાત્કાલીક સરકારી નોકરીઓની ભરતી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
ડ્રાઈવીંગના વ્યવસાય કરતા લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટે વિમા કવચ અને તેમના વ્યવસાયના વિકાસ માટે સરકાર ૦% વ્યાજે લોન આપે તો આ એક મોટા વર્ગનો વિકાસ થઈ શકે તેવી માંગ જેનીબેન ઠુમ્મરે કરી હતી.
આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષભાઈ ધાનાણી એ કે કેન્દ્રમાં ઈન્ડીયા ગઠબંધનની સરકાર આવશે તો રાહુલ ગાંધીએ નીચે મુજબની લોક ઉપયોગી યોજનાઓ લાગુ થાશે જેમાં જેમાં યુવાનો માટે કેન્દ્ર સરકાર ના સરકારી વિભાગોમાં ૩૦ લાખ નોકરીઓની જગ્યા ખાલી છે. તે સરકાર આવતા તુરંત ભરવામાં આવશે.રપ વર્ષ ઓછી ઉમરના યુવાનો ગ્રેન્જયુએટ અને ડીપ્લોમાં ડીગ્રી ધારકોને એપ્રેન્ટીશ એકટ મુજબ ૧ વર્ષ સુધી રૂા. ૧ લાખ આપવામાં અવશે, અને અગ્નિપથ યોજનામાં ૪ વર્ષની નોકરી આપવામાં આવે છે. તે પુનઃ જુની પઘ્ધતી મુજબ કરવમાં આવે છે.સરકારી નોકરીઓમાં પેપરલીક થાય તેની સામે સખત કાયદો, ખેડૂતો : ખેડૂતો માટે જણસના ભાવની મીનીમમ ગેરંટી એટલે એમ.એસ.પી.ની કાનુંની ગેરંટી,ખેડૂતોનું દેવા માફી,ખેડૂતોનું બિયાર,દવા અને ખેતીના સંશાધનોમાં જી.એસ.ટી.માંથી મુકિત, બહેનો માટે : ગરીબ પરિવારની મુખ્ય બહેનને વાર્ષિક રૂ.૧ લાખ,અને સરકારી નોકરીમાં પ૦% આરક્ષણ, મજુરો માટે :-મનરેગા અંતર્ગત થતા રાહત કામોમાં રૂા.૪૦૦ સુધી રોજી કરવામાં આવશે.,જોમેટો,સ્વીગી,કુરીયર જેવી કંપનીમાં કામ કરવા વાળા લોકોને સમાજિક સુરક્ષા આપવામાં આવશે. અને રૂા.રપ લાખ સુધી આરોગ્ય સેવાઓ અને દવા આપવામાં આવશે.ન્યાય :આર્થિક અને જાતીગત જન સંખ્યા ગણના થશે.જલ-જંગલ-જમીનનો કાનૂની હક વન અધિકાર વાળા કાનુન ૧ વર્ષમાં ફેસલો,વન અધિકાર અધિનિયમ લાગુ કરવામાં આવશે.આદિવાસીબહુમતિ વાળા વિસ્તારોમાં અધસિુચિત થાશે.
આ તકે જેનીબેન ઠુમ્મર સાથે પ્રવાસમાં વીરજીભાઈ ઠુમ્મર,
જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રતાપભાઈ દુધાત, પૂર્વસાંસદ વિરજીભાઈ ઠુમ્મર,પૂર્વધાાસભ્ય ઠાકરશીભાઈ મેતલિયા,
સત્યમ ભાઈ મકાણી,જીતુભાઈ વાળા,શર્દુલભાઈ ડેર
લાઠી તાલુકા પ્રમુખ અંબાભાઈ કાકડીયા, બાબરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, રવજીભાઈ ડાંગર, કનુભાઈ ગેલાણી, બાબરા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ચિત્તરંજન ભાઈછાટબાર સહિત મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.
