ગીર-સોમનાથ સંસ્કૃતભારતી દ્વારા સોમનાથ ટ્રસ્ટ અને વિવિધ શૈક્ષણિક-ધાર્મિક સંસ્થાઓના સહયોગથી जनपद-संस्कृत-सम्मेलनम् (જિલ્લા સંસ્કૃત સંમેલન)નું આયોજન થનાર છે. સમગ્ર જિલ્લામાં સંસ્કૃતમય વાતાવરણ બને, સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય અને સંસ્કૃત આપણા સૌની ભાષા છે તેવો ભાવ જાગે તે હેતુથી સમગ્ર જિલ્લાના સંસ્કૃત અનુરાગી લોકો આ સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલન ૨.૩૦ થી ૫.૩૦ કલાક દરમ્યાન આયોજિત થશે, જેમાં વિવિધ સત્રોમાં સંસ્કૃતના કાર્યવિસ્તાર અને સંસ્કૃત-સંભાષણથી લઈ સંસ્કૃત-શાસ્ત્ર-સંરક્ષણના વિવિધ આયામો/ઉપક્રમોની ચર્ચા થશે. કાર્યક્રમના અંગ રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે, જેમાં સંસ્કૃતમાં લઘુનાટક, ગરબા, અભિનયગીત, સંવાદ વગેરેની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ઉપરાંત સંસ્કૃત વસ્તુ-પ્રદર્શની, હસ્તકળા પ્રદર્શની, સંસ્કૃત-પુસ્તકોનું વેચાણ વગેરે આકર્ષણો મૂકવામાં આવશે. માતૃભાષાની જેમ જ દિવ્યભાષા-દેવભાષા સંસ્કૃતને સાંભળવાનો, જાણવાનો અને માણવાનો રૂડો અવસર એટલે જિલ્લા સંસ્કૃત સંમેલન.

રિપોર્ટરમહેશવાજાસોનામથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here