ચુડા ખેતી માટે વિધુત પ્રવાહએ અગત્યની બાબત છે હાલનાં સંજોગોમાં હવે કિસાનો પોતાની ખેતીને પિયત માટે ઇલેક્ટ્રિક મોટરથી કુવા તળાવ ડેમ કે બોર માંથી પાણી ખેંચવા ઇલેક્ટ્રિક પ્રવાહની સતત જરૂર જણાતી હોય છે. હવે વિધુત પ્રવાહ અનિવાર્ય બની ગયેલ છે.
જે થકી જ સિંચાઈ થાઈ છે ત્યારે ચુડા વિસ્તારમાં રામદેવગઢ ફિડરમાં વિધુતપ્રવાહ સપ્લાઈ અંતર્ગત પોલ કોઈ કારણસર નીચે પટકાવાની તૈયારીમાં છે ત્યારે જે કાર્ય ત્વરિત હાથ ધરવામાં નહિં આવે તો ગમે ત્યારે કોઈ આકસ્મિક ઘટનાં ઘટે તો જવાબદાર કોણ ? આ એક પોલ ધરાશાહિ થતાં જ અન્ય પોલને પણ ધરાશાહિ કરશે .કુદરત ન કરે કોઈ દુર્ઘટના સર્જાઈ પરંતુ તે વિધુત પોલથી પાવર સપ્લાઈ થતો હોય અન્ય વિસ્તારમાં સિંચાઈ અને રામદેવગઢ ગામમાં પ્રકાશ પાથરતા અજવાળાં પર અંધારા લપેટાઈ જશે. જેથી ઉપરોક્ત પોલ અંગેની કામગીરી જલ્દી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.
રિપોર્ટર: ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર