શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટ નો ૧૬મો પદવીદાન સમારોહ તા.૧૫-૦૨-૨૦૨૪ને ગુરુવારે બપોરે ૦૨:૦૦ કલાકે યુનિવર્સિટી કેમ્પસ પર આયોજિત કરવામાં આવેલ છે. આ પદવીદાન સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને અત્રેની યુનિવર્સિટીના કુલાધિપતિ દેવવ્રત આચાર્ય અધ્યક્ષરૂપે ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ તરીકે શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા (વર્ચ્યુઅલી ઉપસ્થિતિ), સારસ્વત અતિથિ તરીકે ડૉ. ભગ્યેશ ઝા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા અતિથિ વિશેષ તરીકે ડૉ. હર્ષદભાઇ પટેલ કુલપતિ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ઉપસ્થિત રહેશે. અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ સ્વાગતકર્તારૂપે અને કુલસચિવ ડૉ. દશરથ જાદવ આમંત્રકરૂપે ઉપસ્થિત રહેશે.
યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-૩૦૪, આચાર્ય (એમ.એ.)-૨૨૨, પી.જી.ડી.સી.એ.-૨૦૧, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-૫૪, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-૦૫ અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-૧૧ મળીને કુલ ૭૯૭ ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં કુલ ૨૩ ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને ૪ સિલ્વરમેડલ (રજત પદક) એમ કુલ મળીને ૨૭ જેટલા પદકો પણ એનાયત કરવામાં આવશે. આ સાથે વિશેષમાં શ્રી ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ, જુનાગઢ તથા અત્રેની યુનિવર્સિટી વચ્ચે થયેલ એમઓયુ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યાકરણ વિષયનાં સંસ્કૃત વિદ્વાન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શુક્લાને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૪ પુરસ્કાર એનાયત કરવામાં આવશે, એમ કુલસચિવ ડૉ.દશરથ જાદવે એક યાદીમાં જણાવ્યુ હતું.

રીપોટર દેવાભાઈ રાઠોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here