અમરેલીમાં મહેતા પરિવાર ના આંગણે યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવ ઉજવાયો
અમરેલીમાં મહેતા પરિવાર ના આંગણે હજારો વર્ષ જુની પરંપરા ઓ અનુસાર હિન્દુ ધર્મમાં 16 સંસ્કારો પૈકીનું ખુબ જ મહત્વ રહ્યું. યજ્ઞોપવિત સંસ્કારનું માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખુબ મહત્વ રહ્યું છે. પ્રાચીનકાળમાં જનોઇ ધારણ કર્યા પછી જ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મળતો હતો તેમજ શાસ્ત્રોમાં યજ્ઞપવિત,વ્રતબંધ, બળબંધ,મોનીબંધ, ઉપવીત,ઉપનયન, બ્રહ્મસૂત્ર, જનોઇ વગેરે કહેવામા આવે છે ત્યારે મહેતા પરિવારે આગવી પરંપરાઓ અનુસાર ખુબજ સુંદર યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવ મહેતા પરિવાર ના આંગણે ઉજવવામાં આવ્યો હતો
અમરેલીના જાણીતા ન્યુઝ તંત્રી શ્યામલભાઈ મહેતા ના સુપુત્ર ચિ. ભૂમિતભાઈ ના યજ્ઞોપવિત સંસ્કાર નિમિત્તે અમરેલી માં સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે બ્રમ્હસમાજ ના વરીષ્ઠ અગ્રણીઓ, સ્નેહીજનો,રૂષીજનો, રાજકીય આગેવાનો, મિત્ર મંડળ સગા સંબંધીઓ સાથે પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયા જગત ની વિશેષ ઉપસ્થિતી રહેલ હતી.
મહેતા પરિવારના આંગણે પધારેલ તમામ આમંત્રિત મહાનુભાવો અને મહેમાનો નું આતકે મહેતા દંપતી દ્વારા હ્દય પૂર્વક સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ: મહેશ ગોંડલિયા