અમરેલી તાલુકાના રીકડીયા ગામની સીમમાં વાડીના મકાનોમાં થયેલ ઘરફોડ ચોરી ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

→ ગુન્હાની વિગતા-

ગઈ તા.૦૯/૦૯/૨૦૨૩ ના રોજ વિજયભાઈ ભરતભાઈ ખાત્રા, ઉ.વ.૨૮, રહે.રીકડીયા, તા.જિ.અમરેલી વાળાની રીકડીયા ગામની સીમમાં આવેલ વાડી તેમજ આ વાડીની બાજુમાં આવેલ સંજયભાઈ દકુભાઈ ભીમાણી તથા ચતુરભાઈ મુળજીભાઈ માંડલીયાની વાડીના મકાનમાં અજાણ્યા ચોર ઇસમો પ્રવેશ કરી, વાડીના મકાનમાં રહી ખેતીકામ કરતા માણસોના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ – ૩ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા રોકડા રૂ.૧,૫૦૦/- તથા ચાંદીનો કવડો કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૮,૫૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે અંગે વિજયભાઇએ અજાણ્યા ચોર ઈસમ વિરુધ્ધ ફરીયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૩૦ ૭૫૬/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી.પો.ઈન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૦૨/૧૨/૨૦૨૩ નાં રોજ અમરેલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે અમરેલી તાલુકાના શેઠુભાર ગામના પાટીયા પાસેથી એક ઇસમને પકડી પાડી, મજકુર ઈસમની સઘન પુછ પરછ કરતા તેને ઉપરોકત ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મળી આવેલ મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

તેરસિંગ જવારસિંહ બામનીયા, ઉ.વ.૨૫ રહે.કરચટ, ગુજારીયા ફળીયા, કુકશી, જિ.ધાર (મધ્યપ્રદેશ) હાલ રહે.ટીંબા ગામની સીમ, તા.જિ.અમરેલી.

  • આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ:-

રોકડા રૂ.૫૦૦/- તથા એક ઓપો કંપનીનો A17 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન સિ.રૂ.૫,૦૦૦/- તથા એક વીવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- તથા એક વીવો કંપનીનો Y55 S મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૫,૫૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઈ.

મહેશભાઈ સરવૈયા, ભગવાનભાઈ ભીલ, તથા પો.હેડ કોન્સ. કિશનભાઈ આસોદરીયા, તુષારભાઈ પાંચાણી તથા

પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here