

તા.09/07/2021
૨૫ વર્ષથી વધુ સમય થી સાવરકુંડલા ડેપોની સાંજના સવા પાંચ કલાકે સાવરકુંડલા થી ઉપાડતી સાવરકુંડલા – ધામેલ પરા લોકલ બસને પ્રથમ લોકડાઈન થી બંધ કરવામાં આવેલ છે.જે સાવર,ભુવા,શેઢાવદર,લીલીયા ચોકડી,લીલીયા મોટા, સનાળીયા, કુતાણા,ખારા, ઢાંગલા, ગુંદ રણ, એકલેરા, ઈંગોરાળા, હાવતડ,દામનગર, હજીરાધાર્, ધામેલ પરા રાતના પોણા આઠ કલાકે પહોંચી રાત્રી રોકાણ કરી સવારના પાંચ કલાકે ઉપડી આજ રૂટ પર પરત સાવરકુંડલા પહોંચતી બસમાં ત્રણ તાલુકાના લોકોને લાભ મળતો,બંધ કર્યા પછી આજ દિવસ સુધી શરૂ કરવામાં આવેલ ન હોય રત્નકલાકારો,નોકરિયાતો,વેપારીઓ તેમજ કાયમી મુસાફરી કરતા લોકોને ખાનગી વાહનોમાં અને ફરી ફરીને જવું પડતું હોય સમય તેમજ આર્થિક રીતે વધુ અસર થતી હોય રિપોર્ટર અતુલ શુક્લે મુસાફરો વતી આ રૂટ વાળી લોકલ બસ શરૂ કરવા માંગ ઉઠાવી છે
રિપોર્ટર.:-અતુલ શુક્લ