
તા.09/07/2021
બગસરામાં એક સપ્તાહ પહેલાં વિધર્મી યુવાન દ્વારા છરીની અણીએ યુવતીને ભગાડી જવાના બનાવને પગલે હિન્દુ સંગઠનો દ્વારા આજે બગસરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં સવારના સમયે તે જ દુકાનો બંધ રહી હતી અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત કરી દેવાયો હતો.
બગસરામાં થોડા દિવસો પૂર્વે વિધર્મી યુવાન દ્વારા એક યુવતીને છરી બતાવી ભગાડી જવાના ઘટનાના શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અગાઉ બે વાર હિન્દુ સંસ્થાઓ દ્વારા સંમેલન બોલાવી પોલીસ તેમજ તંત્ર પર આ યુવતીને વિધર્મી ઓના ચંગુલમાંથી છોડાવવા રજૂઆતો કરવામાં આવી હતી.તેમ છતાં યુવતીની ભાળ ન મળતાં ગઈકાલ સાંજે હિન્દુ સંગઠનો દ્વારા બગસરા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને પગલે વહેલી સવારથી જ બગસરા ની તમામ બજારો બંધ જોવા મળી હતી અને વેપારીઓ દ્વારા આ બંધને સમર્થન આપવામાં આવ્યું હતું પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો ડીવાયએસપી સહિતના અધિકારીઓ કાફલા સાથે શહેરમાં આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી
રિપોર્ટર.:-વિપુલ મકવાણા