અમદાવાદ જિલ્લાના ધંધુકા,ધોલેરા તાલુકામાં હીરાઉદ્યોગ મંદીમાં સપડાયો.
તૈયાર માલ વિદેશમાં વેચાતો નથી.કાચો માલ મોંઘો પડે છે. નાણાં છૂટા થતા નથી.હીરા ઉદ્યોગ સાથે સંકડાયેલા હજારો લોકો આર્થિક સંકટમાં આવી ગયા છે. રાજય સરકારે હીરા ઉદ્યોગને શરૂ રાખવા લોન સબસીડી યોજના શરૂ કરવા ઉઠેલી માંગણી.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકામાં હીરાઉદ્યોગ મંદીમાં સપડાયોછે. મંદીના કારણે કેટલાક કારખાના બંધ થવાની તૈયારીમાં છે. છેલ્લા ત્રણ ચાર માસથી હીરા ઉદ્યોગની મંદીના કારણે હીરાઘસતા કારીગરોને સમયસર પગાર મળી શકતો નથી.કારખાના ના માલીકો ને ઉપરથી નાણા છૂટા થતા નથી.જેના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકડાયેલા તમામને આર્થિક સંકટનો ભોગ બનવું પડયુ છે.
નોરતા અને દિવાળી ના તહેવારો સમયે ધંધુકા અને ધોલેરા તાલુકામાં રત્નકલાકારો અને હીરા ઉદ્યોગના કારખાનાના માલિકો મંદીના કારણે આર્થિક સંકટમાં આવી ગયા છે. ધંધુકા અને ધોલેરા તાલુકામાં રોજગારી માટે ફકત ને ફકત હીરા ઉદ્યોગ છે ઘણા મોટા કારખાના ચાલે છે.ઘણા લોકો ઘરે પરિવાર સાથે હીરા ઉદ્યોગનું કામ કરે છે. ધંધુકા અને ધોલેરા તાલુકામાં નાના મોટા થઈ ને ૨૦૦૦ બે હજાર કારખાના હીરા ઉદ્યોગ નું કામ થતુ હોવાનું જાણવા મળેલ છે. વિશ્વ મંદી અને વિશ્વ અન્ય દેશોમાં યુધ્ધના કારણે હીરાઉદ્યોગ મંદીમાં સપડાયોછે.અત્યાર ના સમયમાં માલ વિદેશમાં વેચાતો નથી અને કાચો માલ મોઘો પડે છે. નાણા છૂટા થતા નથી.જેના કારણે આર્થિક સંકટ વિકટ બનતુ જાય છે. હીરાઉદ્યોગ મંદીના કારણે બજારોમાં પણ મંદીની અસર જોવા મળે છે. બજારમાં નાના મોટા વેપારીઓ ને ધંધો થતો નથી. કુવામાં હોય તો હવાડામાં આવે ને એવો ઘાટ ઘડાયો છે. હીરા ઉદ્યોગ સીવાયના વેપારીઓ ધંધો નહી થવાથી આર્થિક સંકટ ભોગવી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારમાં હજારોહીરાના કારીગરોની રોજગારીનો પ્રશ્ન વિકટ બન્યો છે. રાજય સરકારે હીરા ઉદ્યોગને ચેતન વંતો બનાવવા લોન સબસીડી આપવાની માંગણી ઉઠવા પામી છે.ભૂતકાળમાં હીરા ઉદ્યોગ માટે લોન સબસીડી અપાતી હતી.ઘણા સમયથી યોજના બંધ કરી દેવામાં આવી છે.
ખેતીમાં પણ મંદી છે લોકોને બારેમાસ ખેતીકામમાં રોજગારી મળતી નથી ત્યારે ગ્રામ્ય વિસ્તાર માટે હીરા ઉદ્યોગ બારેમાસ રોજગારી આપે છે. ત્યારે રાજય સરકારે આ અંગે ઘટતુ કરવુ જોઈએ અને મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને બેઠો કરવો જોઈએ.