તા.09/07/2021

કોરોનાને રોકવા માટે ભારતમાં પૂરજોશમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. ભારતમાં અત્યારે કોવિશીલ્ડ, કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપલબ્ધ છે. તો ભારતના લોકોને જલદી વધુ એક વેક્સિનનો વિકલ્પ મળી શકે છે. આ મહિનાના અંત સુધી અથવા આગામી મહિનાની શરૂઆતમાં DNA ટેકનીક પર બનેલી આ વેક્સિનને લોન્ચ કરવામાં આવી શકે છે. અત્યાર સુધી દેશમાં ઉપયોગ થઈ રહેલી ત્રણેય વેક્સિનથી આ અનેક રીતે અલગ છે.

સૌથી પહેલા એ કે આ DNA ટેકનીકથી બની છે. આ 3 ડોઝની વેક્સિન છે. આને રૂમ ટેમ્પરેચર પર રાખી શકાય છે અને આ નિડલ ફ્રી છે. આમાં ઇન્જેક્શનની જગ્યાએ જેટ ઇન્જેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે. આ વેક્સિન દવા કંપની ઝાયડસ કેડિલાએ બનાવી છે અને આ દુનિયાની પહેલી DNA પ્લાસ્મિડ વેક્સિન છે. ભારતમાં આના ઇમરજન્સી ઉપયોગ માટે DGCI પાસેથી મંજૂરી માંગવામાં આવી છે.

નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઑફ ઇમ્યુનાઇઝેશનના ચેરપર્સન ડૉક્ટર એન.કે.અરોરાએ જણાવ્યું કે, આ પહેલી DNA વેક્સિન છે. આ આ મહિનાના અંતિમ અઠવાડિયા અથવા ઑગષ્ટના પહેલા અઠવાડિયા સુધી લોન્ચ થઈ શકે છે. ડૉક્ટર અરોરાએ કહ્યું કે, DNA ટેકનીક પર પહેલીવાર વેક્સિન બનાવવામાં આવી રહી છે. આમાં વાયરસના જેનેટિક કોડના નાનકડા ભાગને લઇને શરીરને કોરોનાની વિરુદ્ધ લડવાનું શીખવે છે. ડૉક્ટર અરોરાએ કહ્યું કે, અમારા શરીરનો કોડ RNA અને DNAમાં હોય છે અને આમાં વેક્સિન નાંખીએ છીએ તો શરીરની અંદર જઈને એન્ટીબોડી બનાવે છે.

ભારતમાં અત્યારે લગાવવામાં આવી રહેલી બંને વેક્સિન બીજા ડોઝવાળી છે, પરંતુ ઝાયકોવ-ડી આ તમામ વેક્સિનથી અલગ હશે. આ 3 ડોઝની વેક્સિનનો પહેલો ડોઝ 0 દિવસ, બીજો 28 દિવસ અને ત્રીજો 56 દિવસ પર આપવામાં આવશે. આ એક નીડલ ફ્રી વેક્સિન છે.

રિપોર્ટર :- વિપુલ મકવાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here