તા.09/07/2021

કોરોના મહામારી ને કારણે માર્ચ ૨૦૨૦થી લોકડાઉન કરાયેલી ટ્રેનો પૈકી અનેક ટ્રેનો ચાલુ થઈ હતી, પરંતુ દ્વારકા અને સોમનાથ તીર્થને જોડતી રોજિંદી તેમજ અજમેર શરીફની જિયારત તેમજ ગુલાબી શહેર જયપુરના પ્રવાસ માટેની સાપ્તાહિક ખૂબ જ લોકપ્રિય ટ્રેનો દોઢ વર્ષે તારીખ ૧૨ મી જુલાઇ અષાઢી બીજના તહેવારથી શરૂ થઈ રહી છે. મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ વિભાગમાંથી પસાર થતી ઓખા-સોમનાથ અને ઓખા-જયપુર સ્પેશિયલ ટ્રેનો અંગે સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ નંબર ૦૯૨૫૨ /૦૯૨૫૧ ઓખા – સોમનાથ – ઓખા દૈનિક ટ્રેન નંબર ૦૯૨૫૨ ઓખા – સોમનાથ સ્પેશિયલ દૈનિક ૧૨ મી જુલાઈ, ૨૦૨૧થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન દરરોજ ૨૦.૧૫ કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે ૦૫.૨૫ કલાકે સોમનાથ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૨૫૧ સોમનાથ-ઓખા સ્પેશિયલ દૈનિક ૧૨ મી જુલાઈ, ૨૦૨૧ થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન સોમનાથથી દરરોજ ૨૨.૫૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૮.૧૫ કલાકે ઓખા પહોંચશે.

નંબર ૦૯૫૩૭ / ૦૯૫૩૮ ઓખા – જયપુર – ઓખા સાપ્તાહિક વિશેષ ટ્રેન નંબર ૦૯૫૩૭ ઓખા – જયપુર સ્પેશિયલ અઠવાડિયામાં એકવાર ૧૨મી જુલાઈ, ૨૦૨૧થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન દર સોમવારે ૨૧.૦૦ વાગ્યે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે ૧૫.૫૦ કલાકે જયપુર પહોંચશે. આવી જ રીતે ટ્રેન નંબર ૦૯૫૩૮ જયપુર-ઓખા સ્પેશિયલ અઠવાડિયામાં એકવાર ૧૩ મી જુલાઈ, ૨૦૨૧થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન દર મંગળવારે ૧૭.૧૫ કલાકે જયપુરથી ઉપડશે અને બીજા દિવસે ૧૩.૨૦ કલાકે ઓખા પહોંચશે.ટ્રેન નંબર ૦૯૨૫૨, ૦૯૨૫૧ અને ૦૯૫૩૭ માં ટિકિટ બુકિંગ ૧૦ જુલાઇ, ૨૦૨૧ થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. 

રિપોર્ટર :-વિપુલ મકવાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here