ટોચના હોદ્દાની ‘રેસ’માં બ્રાહ્મણ- ૧૨,પટેલ-૪૫,વણિક -૧૧,સામાન્ય-૨૨, SC-STના ૨૨,બક્ષી પંચના ૪૩ કોર્પોરેટરો
અમદાવાદ જિલ્લાના નવા મહિલા મેયર પશ્વિમ વિસ્તારમાંથી જ આવશે તે નક્કી મનાય છે.
ભાજપ મોવડી મંડળ દ્રારા AMCમાં મેયર સહિત પદાધિકારીઓ અંગે નો-રિપીટ થિયરીની જાહેરાત કરવાના પગલે ટોચના હોદ્દા મેળવવા માટેના દાવેદારોમાં દોડધામ મચી ગઈ છે. ઝોન,જ્ઞાતિના સમીકરણ સહિત વિવિધ પાસાંને ધ્યાનમાં લઈને શહેરના નવા મેયરની પસંદગી કરવામાં આવશે. અમદાવાદના મહિલા મેયર તરીકે શહેરના પશ્વિમ વિસ્તારમાંથી અને બ્રાહ્મણ કે અન્ય વર્ગમાંથી પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે.BJP પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અમદાવાદના મેયર સહિત પદાધિકારીઓ નામો શોર્ટલિસ્ટ કરવામાં આવી રહ્યા છે અને આવતીકાલે યોજાનારી બેઠકમાં મેયર સહિત હોદ્દેદારોના નામને મંજૂરીની મહોર મારવામાં આવશે અને તા.૧૧ સપ્ટેમ્બર ના રોજ તે અંગે જાહેરાત કરાશે. AMC માં મેયર,ડે.મેયર,સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ટોચના પાંચ હોદ્દા માટેની ‘રેસ’માં બ્રાહ્મણ જ્ઞાતીના ૧૨, પટેલ જ્ઞાતીના ૪૫, વણિક ૧૧, સામાન્ય અન્ય ૨૨, SC-STના ૨૨ અને બક્ષી પંચના ૪૩ કોર્પોરેટરોનો સમાવેશ થયા છે. શહેરના મેયરપદ માટે કેટલાંક નામો ચર્ચાઈ રહ્યા છે.જોકે,છેલ્લી ઘડીએ ‘કોઠાળામાંથી બિલાડું કાઢવા’ માટે BJP પ્રખ્યાત છે. આગામી અઢી વર્ષ માટે મહિલા મેયરની પસંદગી કરવા માટે કવાયત હાથ ધરવાની સાથે સાથે ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની પસંદગી કરવાની હિલચાલ હાથ ધરાઈ છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ