બોટાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ વિરાણીના અધ્યક્ષસ્થાને શિક્ષક દિવસની ઉજવણી
બોટાદ જિલ્લાના પ્રતિભાશાળી બાળકોને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરાયા
બોટાદમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિક્ષક દિવસની ઉજવણી અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો, શ્રેષ્ઠ શાળાઓ તેમજ જિલ્લાના પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી દીપકભાઈ સતાણી, શહેર અગ્રણી ચંદુભાઈ સાવલિયા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, શિક્ષક સંઘના પ્રમુખઓ, પૂર્વ ડીઈઓ મનોજભાઈ ઉપાધ્યાય, સહાયક માહિતી નિયામકશ્રી રાધિકાબેન વ્યાસ સહિતનાઅધિકારીઓ-પદાધિકારીઓ, આચાર્યઓ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ