રાણપુર તાલુકાના ચાણકી ગામે આવેલ પેટા કેનાલનું અધુરું કામ પૂર્ણ કરી પાણી આપવા ખેડુતોની માંગ
બોટાદ બ્રાંચ કેનાલમાંથી ચાણકી ગામે નીકળતી પેટા કેનાલ નું દસ વર્ષથી કામ છે બાકી
ચાણકી પેટા કેનાલ નીચે રાણપુર અને બરવાળા તાલુકાના આવતા ગોધાવટા, બેલા, વહિયા સહિતના ૬ થી ૮ જેટલા ગામોને પાણીનો થાય લાભ
ચાણકી સહિત આજુબાજુના ગામોના લોકોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી

ચાણકી સહિતના ગામોના ખેડૂતો પેટા કેનાલ પર એકત્રીત થઈ ને સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કરી કેનાલનું કામ શરૂ કરી પાણી આપવા કરી માંગ
તંત્ર દ્વારા માંગ સંતોષવામા નહી આવે તો આત્મ વિલોપન સહિત ઉગ્ર આંદોલન કરવાની ખેડુતોએ આપી ચિમકી
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ