રાધેશ્યામ મહિલા મંડળની મહિલાઓએ વૃધ્ધાઆશ્રમમાં વૃધ્ધાઓ સાથે સત્સંગ કીર્તન કરી ભોજન કરાવ્યું.
અધિક શ્રાવણ એટલે કે પવિત્ર પુરસોત્તમ માસ ચાલી રહ્યો છે જેમને લઈને મહિલાઓ પુરસોત્તમ ભગવાનની સેવા પૂજા કરતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર ખાતે રાધેશ્યામ મહિલા મંડળની મહિલાઓ દ્વારા પુરસોત્તમ ભગવાનની પૂજા અર્ચના કરી હતી,સાથે સાથે મહિલાઓએ વીરપુર ખાતે માવતર વૃદ્ધાશ્રમમાં તમામ વૃધ્ધાઓને ફરાળ કરાવી પુરસોત્તમ ભગવાનના કીર્તન તેમજ સત્સંગ કરીને વૃધ્ધઓના આશીર્વાદ મેળવ્યા હતા.
ભાગ્યેશ ડોબરીયા – વીરપુર