અમરેલી સીટી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટરની કચેરી, જી.અમરેલી
ફોન નં.૦૨૭૯૨-૨૨૩૫૫૦ પ્રેસ નોટ તા. ૨૩/૦૭/૨૦૨૩*
*અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા શરીર સબંધી ગુના આચરતા ઇસમને પાસા હેઠળ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપતી અમરેલી સીટી પોલીસ
શ્રી ગૌતમ પરમાર,પોલીસ મહાનિરીક્ષક સાહેબ,ભાવનગર વિભાગ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક સાહેબ,અમરેલી નાઓએ જીલ્લામા અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-સંબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકોને દાદાગીરી, ધાક ધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઇસમો સામે પાસા-તડીપાર જેવા સખ્ત પગલા લઇ ગુન્હેગારોને કાયદાનું ભાન થાય અને અમરેલી જીલ્લાના નાગરીકો સુખ શાંતિનો અહેસાસ થાય અને નિર્ભયપણે રહી શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે,શ્રી ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સપેક્ટર અમરેલી સીટી પો.સ્ટે.નાઓએ અમરેલી સીટી વિસ્તારમાં શરીર સબંધી ગુનાઓ ગુનાઓ કરતા ઇસમ છત્રપાલ ચન્દ્રકિશોરભાઇ વાળા ઉ.વ.૩૪, ધંધો.ડ્રાઇવિંગ તથા ખેતી રહે,અમરેલી, હનુમાનપરા રોડ, સત્યનારાયણ સોસાયટી, તા.જી.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠા કરી,પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ
આવા ભયજનક વ્યક્તિની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, શ્રી અજય દહીયા અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ એ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં, શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીની સુચના મુજબ શ્રી ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સપેક્ટર અમરેલી સીટી પો.સ્ટે. તેમજ અમરેલી એલ.સી.બી.ટીમ તથા અમરેલી સીટી પો.સ્ટે.ટીમ દ્વારા છત્રપાલ ચન્દ્વકિશોરભાઇ વાળા ઉ.વ.૩૪, ધંધો,ડ્રાઇવિંગ તથા ખેતી રહે,અમરેલી, હનુમાનપરા રોડ, સત્યનારાયણ સોસાયટી, તા.જી.અમરેલી વાળાને પાસા
વોરંટની બજવણી કરી, પાલનપુર મધ્યસ્થ જેલ ખાતેઅટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
પાસા અટકાયતી છત્રપાલ ચકીશોરભાઇ વાળા નો ગુનાહિત ઇતીહાસઃ-
૧) અમરેલી સીટી ગુ.ર.નં.૦૨૩૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ.૩૦૭,૩૨૫,૩૨૪,૩૨૩,૫૦૬(૨),૫૦૪, ૧૧૪, ૨) અમરેલી સીટી ગુ.ર.નં.૦૦૫૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ,૩૨૬,૩૨૪,
૩) અમરેલી તાલુકા ગુ.ર.નં.૦૬૦૧/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૫૦૪,૫૦૬(૨) ૪) અમરેલી તાલુકા ગુ.ર.નં.૦૪૩૧/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),
૫) અમરેલી સીટી ગુ.ર.નં.૦૬૩૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૮૪,૩૮૫,૩૮૭,૫૦૪,૫૦૬(૨) ૬) અમરેલી સીટી ગુ.ર.નં.૧૪૮૦/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબ ૭) રાજુલા ગુ.ર,ન,૦૬૩૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ.૨૭૯ તથા એમ.વી.એક્ટ કલમ ૧૮૪,૧૩૪(બી)
૮) રાજુલા ગુ.ર.નં.૦૦૬૫/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૫૨,૪૨૭,૩૨૩,૫૦૪,૫૦૬(૨) ૯) અમરેલી સીટી ગુ.ર.નં.૦૦૨૦/૨૦૧૮ ઇ.પી.કો.કલમ.૪૪૮ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ ૧૦) પીપાવાવ મરીન ગુ.ર.નં.૦૦૨૨/૨૦૧૮ ઇ.પી.કો.કલમ.૩૯૫,૪૪૭,૫૦૪,વી. ૧૧) અમરેલી સીટી ગુ.ર.નં.૦૧૭૨/૨૦૧૦ ઇ.પી.કો.કલમ.૩૮૦,૧૧૪