વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરૂમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા || શ્રી ખોડિયાર માતકી જય, શ્રી ચામુંડા માતકી જય,શ્રી મેલડી માતકી જય,શ્રી ખેતલા દાદાની જયના ગગનભેદી નાદ સાથે દામનગર શહેરમાં શિવશક્તિ મંડળ દ્વારા આઈ શ્રી ખોડીયાર માતાજીનો ૨૪ કલાકનો નવરંગો માંડવો સંતો – મહંતોની દિવ્ય હાજરીમાં યોજાઈ ગયો. આ માંડવાની ધર્મમય વિગત એવી છેકે ૩૫ વર્ષથી વધુ સમયથી ધર્મ કાર્યો કરતા દામનગર શહેરમાં આવેલ સીતારામ નગરમાં શ્રી શિવશક્તિ મંડળ દ્વારા તા.૧૪-૦૪-૨૩ ને શુક્રવારે રાખવામાં આવેલ આઈ શ્રી ખોડીયાર માતાજીનો ૨૪ કલાકના નવરંગા માંડવામાં માતાજીના સામૈયા, થાંભલી રોપણ,સાંજના અતિ ભવ્ય મહાપ્રસાદ,અને થાંભલી વધાવવાના મુહૂર્તમાં દામનગર અને આજુબાજુના ધર્મક્ષેત્રના દિવ્ય સંતો – મહંતો એ હાજરી આપી,માતાજીના પરમ ઉપાસક શ્રી ચંદુ દાદા રાજ્યગુરૂ ના આશીર્વાદ થી ખોડીયાર મંદિર કુળના રાવળદેવ સર્વોશ્રી નરેશભાઈ કે. રાવળદેવ,બળદેવભાઈ કે.રાવળદેવ,મુકેશભાઈ કે. રાવળદેવ અને ડાકડમરુના રાવળદેવ ( દિવસના) જગદીશભાઈ ( પાડરશીંગા વાળા), ડાકડમરુના રાવળદેવ ( રાત્રીના) નિલેષભાઈ ( ચોગઠવાળા ) એ માતાજીના મંગલકારી ગીતો ગાઈને બહેનો,ભાઈઓ અને બાળકોને મોજ કરાવી દીધી હતી. ( અતુલ શુક્લ.)