તા. 25-11-2022
અમરેલીના નાના માચિયાળા અને મોટા માચિયાળામાં ધાનાણીને મળી રહ્યું છે જન સમર્થન

અમરેલી જિલ્લામાં વિધાનસભા ચૂંટણીને લઈ ઉત્સવનો માહોલ છવાયો છે. ત્યારે અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચારને વેગવંતો બનાવ્યો છે અને તેમનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. લોકો પરેશભાઈ ધાનાણીને ફરી ધારાસભ્ય તરીકે ચૂંટી વિધાનસભામાં મોકલવા ઠેર ઠેર આશીર્વાદ સાથે જીતનો વિશ્વાસ આપી રહ્યા છે. પરેશભાઈ ધાનાણીએ અમરેલી વિધાનસભા વિસ્તારમાં રોડ-રસ્તાઓ, શિક્ષણ, આરોગ્ય સહિતની અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી એક જાગૃત ધારાસભ્ય તરીકેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તેમના કામ જોઈ લોકો સ્વયંભૂ બોલી રહ્યા છે કે, ‘પરેશભાઈ ધાનાણીનું કામ બોલે છે.’ ત્યારે કોંગ્રેસ ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ નાના માચિયાળા અને મોટા માચિયાળામાં ધાનાણીએ પ્રચાર પ્રસાર કર્યો હતો અને લોકો પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો અને પરેશ ધાનાણીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને દરેક ગામ લોકોએ ધાનાણીને આવકાર્યા હતા
