તા. 07-11-2022
પાડરશિંગા કુમાર શાળામાં મધ્યાનહ ભોજન શેડ બનાવવા માટે રૂ. અઢી લાખની ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર. લાઠી તાલુકાના પાડરશીંગા ગામમાં આવેલ કુમાર પ્રાથમિક શાળાનું નવ નિર્માણ થતાં,જરૂરિયાત મુજબ સરપંચ રણજીતભાઈ ખુમાણે આ વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને રજુઆત કરેલ કે આ શાળામાં મધ્યાનઃ ભોજન શેડ બનાવવાની જરૂરિયાત છે ને ધ્યાનમાં લઈ લાઠીનાM.L.A. વિરજીભાઈ ઠુંમરે ૨૦૨૨ – ૨૩ ( ધારાસભ્યની ગ્રાન્ટ )રૂ. અઢી લાખ ફાળવી હોવાનું જાણવા મળેલ છે.આ શાળામાં મઘ્યાનઃ ભોજન શેડ બનતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ વાલીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
રિપોર્ટર:- અતુલ શુક્લ.