તા.25-08-2022
શહેરના ચાંદની ચોક ખાતે આવેલ સદભાવના ગ્રુપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ DYSP ભંડારી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો
અમરેલી શહેરના ચાંદની ચોક ખાતે આવેલ સદભાવના ગ્રુપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો જેમાં બાળકોને ફ્રીમાં ચોપડા વિતરણ રોપા વિતરણ કરાયા આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત મહેમાનોમાં dysp ભંડારી સાહેબ,અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પીઆઇ સાંખટ સાહેબ,ભાજપા શહેર પ્રમુખ ભાવેશ સોઢા,Rto ઇન્સ્પેકટર પંચાલ સાહેબ,એડવોકેટ સાજીદખાન,પત્રકાર જાવેદ ખાન.નવાબ ગોરી વગેરેનુ ખાસ શાલ ઓઢાડીને સનમાન કરાયું.આ પ્રસંગે DYSP ભંડારી સાહેબ એ સાઇબર ક્રાઇમ ટ્રાફિક વિશે લોકોના માહિતી ગાર કર્યા હતા.અંદાજિત 400 બાળકોને નોટ બુક વિતરણ કરાયું હતું તેવું અજીજભાઈ ગોરી એ જણાવ્યું હતું…