તા.10-08-2022
સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા રક્ષા બંધન પર્વ ની ઉજવણી ભારત પાક બોર્ડર નડા બેટ ખાતે બી એસ એફ ના જવાનો સાથે મનાવી. સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત ની ટીમ આજરોજ બનાસકાંઠા નડા બેટ બી એસ એફ કેમ્પ ખાતે જવાનો સાથે રક્ષાબંધન મનાવી ને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી ને મનાવી હતી. સંસ્થા ના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતુંકે પોતાના પરિવાર ને સ્વજનો ને છોડી ને આપડી રાત દિવસ રક્ષા કરતા આપડા બહાદુર બી એસ એફ જવાનોને આવા પર્વ નિમિતે પોતાના પરિવાર જનોની યાદ આવતી હોય છે ત્યારે આવા પ્રસગો એ એ યાદ ને હળવી કરવા માટે સંસ્થા નો આં એક નાનકડો પ્રયાસ માત્ર છે
વધુમાં બિરલાએ જણાવાયું હતું કે ગુજરાત માટે એક ગૌરવ ની વાત એછે કે જે પ્રમાણે અટારી વાઘા બોર્ડર પર જવાનો ની પરેડ થાય છે તે મુજબ જ અહી સરકારે આની સુંદર વ્યવસ્થા કરી છે પાકીસતાન ને લાગતી જીરો બોર્ડર સુધી આંમ પ્રજા ને જોવાનો મોકો પણ મળે છે ને એક સુંદર મ્યુંજીયમ ની અંદર હથિયાર ફોટો વગેરે નું પ્રદર્શન પણ જોવા મળે છે ને સાંજે આપડા જવાનો જયારે પરેડ કરીને સલામી આપે છે ત્યારે ત્યાં બનાવેલ બેઠક ગેલેરી ને સ્ટેડિયમ માં ભારત માતા ની જય ના નર સાથે એક અદભુત ઘડી ના સાક્ષી બનવાનો મોકો પણ મળેછે
આ પ્રસંગે સંસ્થા દ્વારા જવોને ને મીઠાઈ ને સાથે શ્રી ચંદનસિંહ કમાન્ડર નડા બેટ અને ચોકી ઓ પર ના અધિકારીઓ અને ગુજરાત ટુરિઝમ ના ત્યાં ફરજ બજાવતા લેડીજ બહેનોને સાડી અને ત્યાં ના નાના કર્મચારીઓ ને શર્ટ ની ભેટ આપવામાં આવી હતી
આં કાર્યક્રમ માં સંસ્થા ના હાસ્યકાર દિલિપ વરસાણી કિશોર કાનપરીયા ઘનશ્યામ પાધરા દિનેશ વસાણી તેમજ સંજય કોટડીયા વિગેરે જોડાયા હતા
આં સુંદર કાર્યક્રમ ના આયોજન બદલ સંસ્થા ના ઉપ્રમુખ ડો મધુકાંત ગોંડલિયા મંત્રી શ્રી ડૉ મુકેશ પડસાલા કો ઓર્ડીનેટર હરેશ માંગરોળીયા કવિ સુરેશ વિરાણી નરેશ દેવળીયા મહેન્દ્ર હીરપરા લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક ના ડો પ્રફુલ્લ સીરોયા ભરત જસાણી તેમજ અનેક સામાજિક અગ્રણીઓએ હાર્દિક અભિનન્દન પાઠવ્યા હતા