તા. 04-08-2022
અમરેલી જીલ્લાના પ્રતિનિધિશ્રીઓએ દિલ્લી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી
નરેન્દ્રભાઈ મોદી જી સાથે શુભેચ્છા મુલાકાત કરી.
આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડિયા
અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતિનિધિઓએ પ્રધાનમંત્રી સાથે જીલ્લાના પડતર પ્રશ્નો અને વિકાસ બાબતે પરામર્શ કર્યો હતો
કુશળ સંગઠનકર્તા, પ્રતિભાશાળી વ્યક્તિત્વથી સુશોભિત, વિકાસની ગંગાને દેશ વાસીઓ સુધી
પહોચાડનાર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જીને મળવું એ જીવનની અલૌકિક પળ છે. ત્યારે
આજ રોજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, અમરેલી જીલ્લા ભાજપા અધ્યક્ષ કૌશિકભાઈ
વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડિયા અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ માન. પ્રધાનમંત્રી
સાથે નવી દિલ્લી ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી અને અમરેલી જીલ્લાના પડતર પ્રશ્નો અને વિકાસ અર્થે જરૂરી
પરામર્શ કર્યો હતો.
આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરીયાએ
જણાવેલ હતું કે, મોદી સાહેબ સાથેની બેઠક દરમિયાન તેઓ દ્વારા હંમેશા ખુબ જ સુંદર આવકાર અને માન
પાન મળે છે અને તેમને મળ્યા બાદ રાષ્ટ્રનિર્માણમાં ખંતથી આગળ વધવા એક અનોખી ઉર્જાનો સંચાર થાય છે.