તા.02-08-2022
અમરેલીનું મોટી કુકાવાવ થી બગસરા રોડ ઉપર આવેલું જડેશ્વર મહાદેવ નુ મંદિર પ્રથમ સોમવારના દર્શન
અમરેલીનું મોટી કુકાવાવ થી બગસરા રોડ ઉપર આવેલું જડેશ્વર મહાદેવ નુ મંદિર પ્રથમ સોમવારના દર્શન કુકાવાવ થી આશરે ચાર થી પાંચ કિલોમીટર દૂર આવેલું જડેશ્વર મહાદેવનું મંદિર બપોરે 12 વાગ્યાની આરતી દીપ માલા ના દર્શન
શ્રાવણ મહિનાના પવિત્ર પ્રારંભે અને આ પ્રથમ સોમવારે ભગવાન શિવના દરબારમાં આવવાની સુંદર તક પ્રાપ્ત થઈ અને ધન્યતા અનુભવી.અમારા પડોશી અને પરમ મિત્ર શ્રી મનનભાઈ બડમલીયા તથા તેમના ધર્મપત્ની શ્રી પારુલબેન બડબલિયાએ ખૂબ જ ભાવ સાથે ભગવાન શિવનો થાળ વાઘણીયા ના જડેશ્વર મહાદેવ મંદિરે આજે રાખ્યો હતો. આ જડેશ્વર મહાદેવ નું મંદિર અંદાજે 100 વર્ષ જૂનું શિવ મંદિર છે. કુકાવા બગસરા રોડ ઉપર આવેલું આ જડેશ્વર મહાદેવનું મંદિર આસપાસના અનેક ગામોના લોકોનું આસ્થાનું મોટું કેન્દ્ર છે .અનેક ભક્તો અહીં શિવ દર્શને સતત આવતા રહે છે. શ્રાવણ માસમાં અહીં વિશેષ રીતે ભક્તો શિવભક્તિ માટે આવે છે આવા સરસ મંદિર પરિસરમાં ભગવાનનો થાળ યોજાયો હતો. અહીં અનેક વૃક્ષો અને લીલીછમ હરિયાળી વચ્ચે આ જગ્યાના મહંત શ્રી સુખરામબાપુએ ખૂબ જ વિકાસ કરીને આસપાસના વિસ્તારમાં આ મંદિરને ખ્યાતી અપાવી છે એમની સાથે શ્રી કમલનાથ બાપુ પણ કાર્યરત છે. એમની સેવા પણ અનોખી છે. શ્રાવણ માસના આ પ્રથમ સોમવારે પ્રકૃતિથી સભર આ મંદિરે ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરી અને સાથે સાથે પર્યાવરણ સંવર્ધન અને સંરક્ષણના શુભહેતુ સાથે પ્રસાદ લેવા આવનાર સૌને આ શ્રાવણ માસમાં વધુને વધુ વૃક્ષો વાવીને શિવજીની આરાધના થાય અને આપણું પર્યાવરણ બચાવાય એવો શુભ સંકલ્પ લેવા પણ અપીલ કરી …આ ભાવપ્રસંગ નિમિત્તે સમગ્ર બડમલીયા પરિવાર તથા પારુલબેનના પરિવારના સૌ સ્વજનો પણ બહોળી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત નીલકંઠ પાર્ક સોસાયટી પાડોશી પરિવારો તથા શ્રી અજીતસિંહ ગોહિલ,શ્રી સાધુ સાહેબ, ડો. ગોહિલ સાહેબ ડો. રામાણી સાહેબ શ્રી મેહુલભાઈ સુખડીયા ..કોરાટ સાહેબ તથા એમ એલ પટેલ સાહેબ શ્રી મનીષભાઈ ભેસાણીયા.. મનન સાહેબના મિત્રો જંગર હાઈસ્કૂલના શ્રીસાંગાણી સાહેબ તથા સ્ટાફ પરિવાર પત્રકાર રસિક વેગડા ઉદયભાઈદેસાઈ.. ચંદ્રેશભાઈ ખૂંટ વિગેરે અનેક સારસ્વતોએ ઉપસ્થિત રહી શિવપ્રસાદ આરોગ્યો હતો અને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો.મનનભાઈના પિતાશ્રી….
તથા પૂર્વ બી.આર.સી.અને પારુલબેનના પિતાશ્રી મધુભાઈ ખાડદીયાએ સૌને ભાવપ્રસંગે આવકાર્યા હતા
રિપોર્ટર:- રસિક વેગડા મોટી કુકાવાવ