તા.22-07-2022
લાખણી તાલુકાની ધુણસોલ પ્રાથમિક શાળામાં લોકશાહી અને અને સ્થાનિક સ્વરાજ્યની રચનાની સમજ માટે લોકશાહી ઢબે આધુનિક ટેકનોલોજી ના ઉપયોગથી evm દ્વારા બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં જાહેરનામુ બહાર પાડી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાં મહામંત્રી માટે ચાર ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી જ્યારે વોર્ડના સાત સભ્યો માટે 18 ફોર્મ ભરાયા હતા. તેમજ પ્રિસાઇડિંગ ઓફિસર પાલિંગ ઓફિસર ,સેવક પોલીસ અધિકારી જેવા કર્મચારીઓની નિમણૂક બાળકોમાંથી જ કરવામાં આવી હતી આ ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જે એમ રાણા અને નાયબ ચૂંટણી અધિકારી તરીકે રમેશભાઇ પ્રજાપતિ, નિકુલભાઈ પટેલ, અર્પિતાબેન પરમાર અને ટેકનોલોજી વિભાગમાં મુકેશભાઈ પ્રજાપતિ અને ભાવેશભાઈ સોલંકી ની નિમણૂક કરવામાં આવી હતી તેમજ ફોટોગ્રાફર તરીકે જીતુભાઈ પટેલને ફરજ પર રાખ્યા હતા તેમજ અન્ય શિક્ષકોએ પણ બાલ સંસદમાં ભાગ લીધો હતો ચૂંટણીમાં મહામંત્રી તરીકે ચૌધરી રમીલાબેન અજાભાઈ 69 મતે વિજય બન્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા બાળકો દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટર:- મહાદેવ પ્રજાપતિ સાથે ભીમજતી ગૌસ્વામી લાખણી