તા.15-06-2022

કુંકાવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો લોકદરબાર….
આજે તા ૧૪/૬/૨૦૨૨ ના રોજ સાંજે અમરેલી જિલ્લા પોલીસવડા હિમકરસિગ સાહેબ તેમજ Dysp શ્રી,જે,પી, ભંડારી સાહેબ ની અધ્યક્ષતા માં વડીયા પોલીસ સ્ટેશન તેમજ કુંકાવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઈનીસ્પેક્શન સાથે ગ્રામીણ આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો.જેમા સહુ પ્રથમ વડીયા પોલીસ સ્ટેશન ની મુલાકાત કરવામાં આવી જ્યાં વડીયા પોલીસ લાઈન માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યાર બાદ ગૌવર્ધન ગૌ શાળા ની મુલાકાત કરી વડિયા આંબેડકર ભવન ખાતે લોકદરબાર યોજવામાં આવેલ હતો.
સાંજ સુમારે કુંકાવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વડા શ્રી.પધારવાના હોય ત્યારે લોકો માં પણ સાહેબ ના સ્વાગતને લઇ એક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.વાજતે ગાજતે પોલીસ વડા શ્રી હિમકરસિગ સાહેબ તેમજ Dysp શ્રી જે પી ભંડારી સાહેબ તેમજ p.i સાહેબ,p.s.i સાહેબો તેમજ પધારેલ પોલીસસ્ટાફ ને બી, ફૌજી ગ્રુપ ની બાળા ઓ દ્વારા ગ્રામિણ સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક કરી સામૈયા લઈ અક્ષત ફુલ થી વધાવવામાં આવેલ.
આ વિઝીટ દરમ્યાન પોલીસ સ્ટેશન ના રેકોર્ડ ચેક કરી જરુરી યોગ્ય સુચનો પણ કરવામાં આવેલ હતા.
જ્યારે શ્રી હિમકરસિગ સાહેબ સભામંડપ સ્ટેજ પર પહોંચ્યા ત્યારે કુંકાવાવ ના યુવા સરપંચશ્રી ફૌજી સંજયભાઈ લાખાણી,ઉપ સરપંચશ્રી દેવેન્દ્રભાઈ ચોવટીયા, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા વગેરે મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.ગ્રામજનો કુંકાવાવ તાલુકા વિસ્તાર ના તમામ ગામો થી આવેલા સરપંચો તેમજ આગેવાનો અને ગ્રામજનો ની સાથે સંવાદ કરવામાં આવેલ જેમાં લોક હિત ના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ સાઈબર ક્રાઇમ વિશે પણ વિશેષ માહિતગાર કરવામાં આવેલ હતા . પોલીસ પ્રજાજનો ની મિત્ર છે તો નિ:શંક પણે ક્દાચ કોઈ ઘટના ઘટતી હોય તો પોલિસ વિભાગ ની મદદ મેળવવા તેમજ પોલીસ ને સહકાર આપવા પણ અનુરોધ કરવામાં આવેલ હતો.
કાર્યક્રમ ના અંત માં બી,ફૌજી ટીમ ના તમામ સભ્યો ને પણ જીવન માં ખુબ આગળ વધો દેશ ના સેવા કાર્યો માં સહભાગી બનતા રહો અને લક્ષ પ્રાપ્તી કરો તેવી શુભકામના પાઠવી હતી.જયારે આ પ્રસંગે આવેલ બી,,ફૌજી ટીમ તેમજ મહેમાન તમામ ને આઈસ્ક્રીમ ખવડાવી મો મીઠા કરાવ્યાં હતાં, જ્યારે કાર્યક્રમ નું સ્ટેજ સંચાલન નિવૃત કેળવણી નિરીક્ષક ઉદયભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ હતુ.
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કુંકાવાવ પોલીસ સ્ટેશન ના ASI મહેશ દાન ગઢવી,ASI હિગરાજ સિંહ ગોહિલ,પો,કોન્સ, મેહુલ ભાઈ બાલસરા,પી ડી કલસરીયા,નરેશભાઈ તેમજ હોમગાર્ડ જવાનો સહિતે ખુબ જહેમત ઉઠાવી કાર્યક્રમ સુંદર અને સફળ બનાવેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here