તા.02-06-2022
આ સ્કૂલબસ હેન્ડ ઓવર કાર્યક્રમમા કેળવણી મંડળના પ્રમુખ શ્રી રમણીકભાઈ સાકરીયા, શાળાના આચાર્યશ્રી એમ.બી.ઝાલાસાહેબ, ટ્રસ્ટીગણ , કમીટી મેમ્બરશ્રીઓ,શાળાના વિકાસમા તન મન ધનથી ઉપયોગી થતા દાતાશ્રીઓ:-
અરવિંદભાઈ સાકરીયા ,
મનીષભાઈ પિઢડીયા,
ધવલભાઈ સાકરીયા,
ભૂપેન્દ્રભાઈ સાકરીયા ,
વિરલભાઈ સાકરીયા ,
દુર્લભભાઈ સાકરીયા,
દિનેશભાઈ સાકરીયા,
દિલીપભાઈ સાકરીયા,
કલ્પેશભાઈ પાનસુરીયા,
ચંદુભાઈ સાકરીયા,
રમેશભાઈ સાકરીયા,
રાજુભાઈ સાકરીયા,
પિન્ટુભાઈ સાકરીયા , બાબાપુર સંસ્થામાંથી પધારેલા ભરતભાઈ મહેતા, ભુપતભાઈ તેરૈયા તથા ભરતભાઈ પાડલીયા ઉપસ્થિત રહ્યા અને
સંઘભાવનાનુ ઉત્કૃષ્ટ દર્શન કરાવ્યું તે બદલ ટ્રસ્ટ વતી સર્વેનો આભાર.
ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસ વચ્ચે પારિવારિક વાતાવરણમાં ઉભય પક્ષો વચ્ચે પરસ્પર સ્વાગત – પરિચય અને ભાવનાઓનું આદાન પ્રદાન થયું. યુનાઈટેડ વે ઓફ બરોડા ના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહીને ઉષ્મા આપી.
નવી બસની ભૂદેવ દ્વારા શ્રી ઝાલા સાહેબ, આચાર્યના હસ્તે પૂજા, ડૉ. પટેલના હસ્તે રીબીન કાપી બસનું ઉદ્ઘાટન, બધા પક્ષકારોની બસમાં બેસીને મુસાફરી કરી માતાજીના દર્શન વગેરે કાર્યક્રમો ઉમંગ અને ઉલ્લાસ વચ્ચે સંપન્ન થયા.
આ પ્રસંગે અમી લાઈફ વતી શ્રી રમેશકુમાર, શિવાની મેડમ, ડૉકટર સાહેબ, .બીરજુ મિસ્ત્રી સાહેબ, સી.કે. પંચાલ સાહેબ એ બસની ચાવી શ્રી રમણીકભાઈ સાકરીયા, પ્રમુખશ્રી, શ્રી કે. મં. ને અર્પણ કરી. પ્રેમ ના પ્રતિસાદ રૂપે શ્રી રમણીકભાઈએ ટ્રસ્ટ વતી એક મોમેન્ટો આપી શ્રી રમેશકુમાર નું અભિવાદન કર્યું. તે ઉપરાંત વિદ્યાની દેવી સરસ્વતી માતાજીનો એક સુંદર ફોટો ટ્રસ્ટ વતી શ્રી મનીષભાઈ પીઢડીયા તથા અરવિન્દભાઈ સાકરીયાએ તેમને અર્પણ કરી માં સરસ્વતીના આશીર્વાદ આપ્યા અને શ્રી ભૂપેન્દ્ર ભાઈ સાકરીયાએ શાલ ઓઢાડી તેમનુ સન્માન કર્યું.
સર્વે સભ્યોને અમી લાઈફની ફેક્ટરી તથા રીસર્ચ લેબની વીઝીટ કરાવવામાં આવી.
રમેશકુમારે સૌને પ્રીતિ ભોજન કરાવ્યું.
અંતે નવી બસના સંપૂર્ણ પેપર્સ શ્રી સી.કે. પંચાલ સાહેબે પૂરા પાડ્યા. બસની ડીઝલ ટેન્ક પણ ફૂલ કરી આપી. આ રીતે વીમો, રોડ ટેક્ષ, આર. ટી.ઓ. પાસીન્ગ વગેરે તમામ ૧૦૦% ખર્ચ સાથે નવી બસ માનભેર સોંપવામાં આવી.
ગીરીશભાઈ દ્વારા આ રીતે ગ્રેસફૂલ ગીવીન્ગ નો એક અનોખો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.
રિપોર્ટર:- નરેશ દેશાણી રાણપર