તા. 14-03-2022
કારોબારી સભામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત…
છેલ્લા કેટલાક સમય થી કોરોના કાળ દરમ્યાન ના
યોજાઈ ન હતી ત્યારે આજે લીંબડીનાં ફતેસિંહ જીન ખાતે ગુજરાત રાજ્યનાં તમામ પ્રાથમિક શિક્ષક જિલ્લા કક્ષાના હોદ્દેદારો, કારોબારી સભ્યની સભા યોજાઈ હતી..
જ્યારે ગુજરાતનાં લાખો શિક્ષક છે તે નવો દિશાઓ આપતા હોય છે…
ત્યારે આ કારોબારી સભામાં મંત્રીઓ બિરાજમાન છે તો શિક્ષકોના સરથી બનીને અમારી માંગણી છે કે શિક્ષકો જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે માંગણી કરવામાં આવી હતી.

તેમજ શિક્ષકોના વિવિધ પ્રશ્નો માટે આ સરકારે કર્યાં છે..અને જે કાંઈ નાના મોટા પ્રશ્નો બાકી છે તે બાબતે રજુઆત કરવામાં આવી હતી.
જ્યારે મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં જોવા જઈ તો તે વખતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા પૂર્વ શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલને યાદ કરીયા હતા…
આગામી દિવસોમાં શિક્ષકોનાં પ્રશ્નો સૌ સાથે મળી ને ઉકેલવાનો પ્રયાસ કરીશું, જ્યારે કોરોના નો પ્રથમ કાળ હતો ત્યારે ગુજરાતનાં દરેક શિક્ષકોએ એક દિવસ નો પગારનો ફાળો સરકારને આપ્યો હતો.
ત્યારે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, રાજયમંત્રી કીર્તિસિંહ વાઘેલા, શિક્ષક રાજ્ય પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલનું ફુલહાર તેમજ મોમેન્ટો અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું…
આ કાર્યક્રમમાં લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ, તથા ગુજરાત ભર માંથી પધારેલ જિલ્લા, તાલુકાનાં સંઘનાં હોદેદારો, કારોબારી સભ્ય, સંગઠન સદસ્યો મોટી સંખ્યા માં ઉપસ્થીત રહિયા હતા…
રિપોર્ટર:-ભરતસિંહ પરમાર