તા. 07-03-2022

આગામી દિવસોમાં રમત ગમત વિભાગ દ્વારા યોજાનાર ખેલ મહાકુંભ ૨૦૨૨ અંતર્ગત શાળા/ગ્રામ્ય કક્ષાથી રાજ્યકક્ષા સુધી વિવિધ ૪ વયજુથમાં ૨૯ જેટલી રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ગત ૧૮ ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં અમરેલી જિલ્લાના ૧,૦૯,૪૧૯ ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગાઈ કાલે ૬ માર્ચના રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ હતી પરંતુ રજીસ્ટ્રેશન માટેની મુદ્દત આગામી ૧૧ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. ૨૦૧૯માં યોજાયેલ ખેલ મહાકુંભમાં જિલ્લાના ૧,૩૯,૧૧૯ ખેલાડીઓ નોંધાયા હતા જેને ધ્યાને લઇ રમત ગમત વિભાગ દ્વારા ૧.૪૫ લાખ ખેલાડીઓની નોંધણી કરવાનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે.

ખેલાડીઓને khelmahakumbh.gujarat.gov.in પર વહેલી તકે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન અંગે કોઈ ટેકનિકલ ક્ષતિ જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ પર સંપર્ક સાધી શકાશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી બહુમાળી ભવન અમરેલીનો ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ચિતલ રોડ અમરેલીનો ૦૨૭૯૨ ૨૨૧૯૬૧ ઉપર સંપર્ક કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here