તા. 07-03-2022

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયાની અધ્યક્ષતામાં અને સાંસદ નારણભાઈ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ૮ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત અમરેલીના લીલીયા રોડ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે સવારે ૯:૩૦ કલાકે ખાસ કાર્યક્રમ યોજાનાર છે.

કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ૫ દીકરી વધામણાં કીટ, ૩૮ માતા યશોદા એવોર્ડ, ૧૮૦ વ્હાલી દીકરી સહાય મંજૂરી હુકમ, ૨ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના સહાય હુકમ, મહિલાઓ માટેની ૧૦૦૦ બેગ તેમજ ૧૦૦૦ જેટલી આઈઈસી મટીરીયલ કીટનું વિતરણ તેમજ રાજ્ય સરકારની વિવિધ મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવશે.

કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રજ્ઞાબેન સાવલીયા અને જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ અજવાળીબેન પડસાળા સહિતના પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ અને રાજ્ય સરકારની વિવિધ મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થી બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓને માન સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા અલગ અલગ થીમ નક્કી કરી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here