તા 19-02-2022
ભાવનગર શિશુવિહાર નો ૭૬૯ મો દ્રષ્ટિ ચકાસણી કેમ્પ મહાનગરપાલિકા સંચાલિત સુભાષચંદ્ર બોજ પ્રાથમિક શાળા નંબર ૨૪ માં યોજાયો
ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત સુભાષચંદ્ર બોજ પ્રાથમિક શાળા નંબર ૨૪ માં શિશુવિહાર સંસ્થા દ્વારા ૭૬૯ મી દૃષ્ટિ ચકાસણી શિબિર યોજાઈ ગયી. સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડનાં સૌજન્યથી સી.એસ.આર. એક્ટિવિટી તરીકે યોજાયેલ આ દૃષ્ટિ ચકાસણી શિબિરમાં પ્રાથમિક શાળાનાં ૪૮ બાળકોની આંખ તપાસ તથા ૨૦ બાળકોને જરૂરિયાત મુજબ સ્પ્રિંગ વિઝનનાં સૌજન્યથી ચશ્માંનું વિતરણ કરવામાં આવેલ…તારીખ ૧૭ ફેબ્રુઆરી એ યોજાયેલ શિબિરનું સંકલન શિશુવિહાર સંસ્થાનાં કાર્યકર મીનાબહેન મકવાણા,જાવેદભાઈ લોયા તથા પોપટભાઈ વેગડે કર્યું હતું.
રિપોર્ટર :- નટવરલાલ જે ભાતિયા