તા.11-02-2022
આટકોટ ગોંડલ ચોકડી પાસે ગુરુવારે એક ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી મારી ગયો હતો. જો કે મોટી દુર્ઘટના ટળી હતી, તેમ છતાં ટ્રક પલટી જતાં બે ને સામાન્ય ઇજા પહોંચતા તેમને સારવારમા ખસેડાયા હતા અને ઘટનાના પગલે થોડી વાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને ટ્રાફિક પોલીસે દોડી જઇ ટ્રકને સાઇડમાં ખસેડવાની કામગીરી કરી ટ્રાફિક પૂર્વવત કરાવી દીધો હતો. અત્યંત ખરાબ રોડના લીધે અહીં છાશવારે આવી ઘટનાઓ બનતી રહે છે પરંતુ રસ્તાની મરામત માટે તંત્ર ભાગ્યે જ નક્કર કામગીરી કરવાની તત્પરતા બતાવે છે.
આ ઘટનાને પગલે તાબડતોબ 108 દોડી ગઇ હતી .રાજકોટ ભાવનગર હાઇવે ગોંડલ ચોકડી પાસે રાત્રે બોરવેલ ટ્રક પલટી ખાઇ ગયો હતો, જેમાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જો કે કોઈ મોટી જાનહાનિ ન થતા તંત્રએ રાહત અનુભવી હતી. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. રોડ ખરાબ હોવાથી અવારનવાર અકસ્માતો થાય છે. આથી રસ્તાની મરામત માટે તંત્ર કાર્યવાહી આરંભે તેવી માગણી ઉઠવા પામી છે.
રીપોટર:- સુરેશ વઘાસીયા જશદણ