અમરેલી જીલ્લા કમાન્ડન્ટ સહિત ચાર અધિકારી ઓને માન. મુખ્યમંત્રી મેડલ ૨૬ મી જાન્યુઆરી એ એનાયત કરવામાં આવશે.
અમરેલી જીલ્લા ના હોમગાર્ડ જવાનોમાં ખુશીનો માહોલ.-
જીલ્લા કમાન્ડન્ટ ના કાર્યકાળ દરમિયાન અમરેલી જિલ્લા હોમગાર્ડ ની રાજ્યકક્ષા એ ખૂબ સારી નોંધ લેવાઈ રહી છે.

ગુજરાત રાજ્ય ડાયરેકટર જનરલશ્રી સિવીલ ડીફેન્સ અને હોમગાર્ડઝ અમદાવાદ તાબાના હોમગાર્ડઝ દળમાં લાંબી પ્રશંસનીય વિશિષ્ટ સેવા બદલ માન. મુખ્યમંત્રી ના ચંદ્રકો એનાયત કરવામાં આવે છે કડક અને ઈમાનદાર તેમજ સમય પાલન શિસ્ત પાલન અને કર્તવ્ય પાલન ના હિમાયતી જિલ્લા કમાન્ડન્ટ શ્રી અશોક જોષી નાં જિલ્લા કમાન્ડન્ટ તરીકે ના કાર્યકાળ માં જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અનેક પ્રગતિ ના સોપાન સર કર્યા છે રાજ્ય કક્ષાના તાલીમ કેમ્પમાં જવાનોને ૯૦ થી વધુ સ્મૃતિ ચિહ્ન કે પ્રમાણપત્ર થી સન્માનિત કરાયા જે જિલ્લા માટે ગૌરવ ની વાત છે. કોરોના વોરિયર્સ તરીકે હોમગાર્ડ જવાનો ને પ્રોત્સાહિત કર્યા વિવિધ સંસ્થાઓ પ્રતિષ્ઠત નાગરિકો દ્વારા જવાનો નું “કોરોના વોરિયર્સ” તરીકે સન્માન થયું. જિલ્લા કચેરી ખાતે ખુદ કામગીરી કરી જવાનોના માનદ બીલ પગાર નિયમિત જમાં કરવાની કામગીરી દિવાળી નાં તહેવારો વેળાએ સમયસર પગારની કામગીરી પ્રસંશનીય છે. વૃક્ષારોપણ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પ તથા નેત્ર નિદાન કેમ્પ દ્વારા સેવાકીય કાર્યો અને સ્મશાન સફાઈ જેવી પ્રવૃત્તિથી દળની આગવી ઓળખ ઉભી કરેલ છે. ચાલુ વર્ષે પણ ૧૦ થી વધુ અધિકારી બને એ માટે પ્રયત્નશીલ છે. ચાર વખત રેન્ક ટેસ્ટના સફળ આયોજન કરી રાજ્યકક્ષા એ જિલ્લા ને અગ્રેસર બનાવેલ છે. જિલ્લા કચેરી માટે અને જાફરાબાદ યુનિટ માટે જમીન મેળવી તથા બગસરા, લીલીયા,વડીયા અને ડુંગર સહિત અન્ય યુનિટ માટે ગ્રાઉન્ડ અને કચેરી માટે મકાન બને એ માટે સતત પ્રયત્નશીલ છે. જીલ્લા કમાન્ડન્ટ અશોક જોષી હંમેશા હોમગાર્ડ જવાનોની સાથે ઉભા રહી જવાનોનો ઉત્સાહ પુરો પાડી રહ્યા છે. લોકડાઉન બંદોબસ્ત, કોરોનાં કન્ટેમેન્ટ બંદોબસ્ત, તહેવારો અને ચૂંટણી બંદોબસ્ત, નાઈટ ડ્યુટી વગેરે જેવી ફરજ બજાવી હોમગાર્ડ જવાનો પોલીસની સાથે કદમ મીલાવી કામગીરી કરી રહ્યા છે. મુખ્યમંત્રી રાહત ફંડ માં દળ ના જવાનોએ ફાળો આપેલ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૨ ના દિવસે અમરેલી જીલ્લાના કમાન્ડન્ટ અશોકભાઈ જોશી, પ્રવીણ સાવજ સાવરકુંડલા, હસમુખ સિંગલ લાઠી, પ્રવીણ ચૌહાણ ચીતલ ને માન.મુખ્યમંત્રી મેડલ માટે પસંદગી કરતા મિત્રો જવાનો અને અગ્રણીઓ તરફથી શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમ અમરેલી જીલ્લા હોમગાર્ડ જનસંપર્ક અધિકારી અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

રિપોર્ટર :- અમીતગીરી ગોસ્વામી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here