તા.17-01-2022

કુંકાવાવ ના આગેવાન વેપારીઓ , કુંકાવાવ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અરવિંદ ભાઈ સોની તથા કુકાવાવ વેપારી મહામંડળ ના પ્રમુખ મનસુખભાઇ ગોંડલીયા ,સેક્રેટરી શશીકાંત ભાઈ જોષી ,દિપક ભાઈ સોની, મીડીયા પત્રકાર રસિકભાઈ વેગડા ની આગેવાનીમાં કુકાવાવ આઉટ પોષ્ટ પોલીસસ્ટેશન ની મુલાકાત લીધી હતી. હાલમાં કોરોના મહામારી ની ત્રીજી લહેર ચાલી રહેલ છે. જેમાં અમરેલી જિલ્લામાં તેમજ કુંકાવાવ તાલુકા માં દરરોજ કોરોના ના કેસ વધી રહ્યા છે તેથી કોરોના ગાઈડ લાઈન નુ પાલન કરવા અંગે ચચાઁ કરવામાં આવી હતી અને કુકાવાવ ના તમામ ધંધાકીય વેપારીઓ એ પોતે પોતાના ધંધાકીય સ્થળે તેમજ બજાર માં અવરજવર દરમ્યાન દરેક દુકાનદારે માસ્ક પહેરેલ રાખવામાં આવે, તેમજ ખરીદી કરનાર ગ્રાહકો એ માસ્ક અવશ્ય પહેરવું તેવી સુચનાઓ વાળા સ્ટીકર ગ્રાહકો વાંચી શકે તેવી રીતે દુકાન માં તેમજ ધંધાકીય સ્થળે રાખવામાં આવે તેવી વિનંતિ કરવામાં આવી હતી તેમજ વેપારીઓ એ પોતાની દુકાન કે ધંધાકીય સ્થળે દુકાનદારે માસ્ક પહેરેલ હોય પરંતુ આવનાર ગ્રાહકો કે દુકાન પાસે ઉભા રહેલ વ્યક્તિ એ માસ્ક ન પહેયુઁ હોય તો તેનો દંડ જે તે ગ્રાહક કે દુકાન પાસે ઉભા રહેલ વ્યક્તિ પાસેથી લેવો, નિદોઁષ દુકાનદાર પાસે થી ન લેવો તેવી વિનંતી પોલીસસ્ટાફ ને કરવામાં આવી હતી .ત્યારબાદ પોલીસસ્ટાફ અને વેપારી ભાઈઓ એ કોરોના મહામારી ની ત્રીજી લહેર ની ગાઈડ લાઈન નુ ચુસ્ત પાલન કુકાવાવ ના દરેક નાગરીક દ્વારા કરવામાં આવે તેમજ તમામ નાગરિક ભાઈઓ, બહેનો,બાળકો, માસ્ક અવશ્ય પહેરે તેવી વિનંતિ કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here