તા.10-01-2022
અમદાવાદ જીલ્લાના બાવળા – બગોદરા રોડ પર ભમાસરા ગામ પાસે રવિવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . જેમાં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા નીકળ્યા હતા , ત્યારે બાવળા – બગોદરા રોડ પર ભમાસરા ગામ પાસેથી પસાર થતી વખતે પાછળથી આવતા આઇસર પટેલ પરિવારના છ સદસ્યો સુરેન્દ્રનગર બહેનના ઘેર જવા કાર નં . જીજે – ૮ – એપી -૭૧૮૭ માં ટ્રક નં જીજે – ૦૧ – ડીએક્સ -૩૬૮૮ ના ચાલકે વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હકારીને કારને ટક્કર મારતા કાર પલટી ખાઈ ગઈ હતી . અકસ્માતમાં ચિંતનભાઇ મહાદેવભાઇ પટેલ ( ઉં.વ .૩૫ ) ને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું . જ્યારે મહાદેવભાઈ નરોત્તમભાઈ પટેલ ( ઉ.વ .૬૫ ) , પ્રભાબેન મહાદેવભાઈ પટેલ ( ઉ.વ .૬૦ ) , પૂજાબેન ચિંતનભાઈ પટેલ ( ઉ.વ .૩૧ ) , આરવ ચિંતનભાઈ પટેલ ( ઉ.વ .૭ ) તેમજ આરોહી ચિંતનભાઈ પટેલ ( ઉ વ .૭ ) ને ઈજાઓ પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા . જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે બગોદરા પોલીસને બનાવની જાણ થતા ઘટનાસ્થળે ધસી જઈને બચાવ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .
રિપોર્ટર.- પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ