તા.17-11-2021
ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી કે, જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસમોને ઝડપી પાડવા
જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ ઉમરાળા તાબેના રતનપર ગામ ૬૬ કે.વી. સબ સ્ટેશન પાસેથી આરોપી દિનમહંમદ ઉર્ફે ગુલાબ હબીબભાઇ લાદુક/ડફેર ઉ.વ.૩૫ રહેવાસી પચ્છેગામ સીમ વિસ્તાર તા.વલ્લભીપુર જી. ભાવનગર વાળાને દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ ઉમરાળા પોલીસ ચલાવી રહી છે.
*આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, ઓમદેવસિંહ ગોહિલ, યુસુફખાન પઠાણ તથા ડ્રાઇવર પરેશભાઇ પટેલ જોડાયા હતા.
રિપોર્ટર :- હિરેન ભાયાણી