તા.04-10-2021
ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી.આશિષ ભાટીયા સાહેબ નાઓએ રાજ્યમાંથી દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ
અંકુશમા લેવાના ઉદ્દેશથી નશાબંધી અઠવાડિયા ના ભાગરૂપે સ્પેશ્યલ ડ્રાઇવ નું આયોજન કરેલ હોય,
જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબીશન તથા
જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય
જે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ પી.એન.મોરીની રાહબરી નીચે
અમરેલી એલ.સી.બી. ટીમે લાઠી તાલુકાનાં અડતાળા ગામની સીમમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલો સાથે બે ઇસમોને પકડી પાડેલ છે.
આજરોજ તા.૦૩/૧૦/૨૦૨૧ ના વહેલી સવારના એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે,
લાઠી તાલુકાનાં અડતાળા ગામનો રહીશ જયરાજ બાવકુભાઇ વાળા તથા
બાબરા તાલુકાના નીલવળા ગામના રહીશ અજીત કનુભાઇ ધાધલ તથા
રવી ઉર્ફે રવુ પીઠુભાઇ ખાચર એમ ત્રણેય જણાએ એક બીજાના મેળાપીપણામાં અડતાળા ગામે, બોડીયા હનુમાનજી નામે ઓળખાતી સીમ વિસ્તારમાં આવેલ
જયરાજ બાવકુભાઇ વાળાના વાડી ખેતરે કપાસના વાવેતર અંદર ગે.કા.રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે
તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે બે ઇસમો પકડી પાડેલ.
પકડાયેલ આરોપીઃ-
જયરાજ બાકુભાઇ વાળા, ઉ.વ.૨૪, રહે.અડતાળા, તા.લાઠી, જિ.અમરેલી.
અજીત કનુભાઇ ધાધલ, ઉ.વ.૨૫, રહે.નીલવળા, તા.બાબરા, જિ.અમરેલી
પકડાયેલ મુદામાલની વિગત:-
ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર-૧ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ ML ની કંપની રીંગપેક કુલ બોટલ નંગ– ૧૭૯, કિં.રૂ.૫૩,૭૦૦/- તથા રોકડા રૂ.૨૯,૭૭૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૩, કિં.રૂ.૧૫,૦૦૦/- તથા
મોટર સાયકલ નંગ – ૨ કિં.રૂ.૩૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૩૩,૪૭૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ ઇસમો વિરૂધ્ધ પ્રોહિબિશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદામાલ લાઠી પોલીસ સ્ટેશન માં સોપી આપેલ છે
અને રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવેલ આરોપી રવી ઉર્ફે રવુ પીઠુભાઇ ખાચર ને હસ્તગત કરવા ચક્રો ગતિમાન કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના અને
માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.કે.કરમટા તથા પી.એન.મોરી તથા એલ.સી.બી ટીમ દ્રારા કરવામા આવેલ છે.
રીપોર્ટર :- મૌલીક દોશી